<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

વેરાવળ બંદર ગેટ પાસે ફાઇબરના કચરામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી; સમયસરની ફાયર બ્રિગેડની સક્રિયતાથી મોટી હોનારત ટળી

વેરાવળમાં જ્વલનશીલ સામગ્રીની નિકટ ફેલાયેલી આગ પર જવાનની સતર્કતાથી ટળ્યો મોટો ભોગ

પ્રભાસપાટણ :વેરાવળ બંદરના ગેટ પાસે આજે સવારે આશરે ૭ વાગ્યાના અરસામાં ફાઇબરના કચરામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કચરામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વેરાવળ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં વેરાવળ ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મોટા ફાયર બ્રાઉઝર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફ હરપાલસિંહ, પિયુષભાઈ, કેતનભાઈ અને મયંકભાઈએ આગને કાબૂમાં લેવા માટે ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી.

બંદર વિસ્તારમાં બોટો, લાકડાં અને ઓઇલ સહિતની જ્વલનશીલ સામગ્રી નજીકમાં હોવાથી જો આગ વધુ પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. જોકે, ફાયર બ્રિગેડના સ્ટાફની સમયસરની કામગીરીને કારણે આગને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી અને સંભવિત મોટી હોનારત ટળી હતી.

આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે અન્ય જાનમાલનું નુકસાન થયું નથી. આ વિસ્તારમાં અગાઉ પણ કચરાના નિકાલ અને આગની નાની-મોટી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચર્ચા રહી છે, ત્યારે આ આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:31 PM IST)