<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ખંભાળીયા- ભાણવડમાં કરોડોના ખર્ચે બનેલ સ્‍પોર્ટસ સંકુલ ઉદઘાટનની રાહમા

દેવભુમી દ્વારકા જીલ્લામાં આ બન્ને સંકુલ બનાવવા રૂા.૨૬ કરોડનો ખર્ચ કરાયોઃ ઉદઘાટન થાય તો લોકોને સુવિધા મળે

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૯: દેવભુમી દ્વારકા જિલ્લામાં ૨૬ કરોડ રૂપિયાના જંગી ખર્ચે રમતવીરોના પ્રશિક્ષણ માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ ખંભાળીયાનું જિલ્લા સ્‍પોર્ટસ સંકુલ તથા ભાણવડનું તાલુકા સ્‍પોર્ટસ સંકુલ મહીનાઓથી તૈયાર થઇને પડેલા છે જે ઉદઘાટન અને રીબીન કટ થવાની પ્રતિક્ષામાં ઉભા છે.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં હરીપર પાસે સલાયા રોડ પર ગામથી થોડે દુર કુદરતી સાનિધ્‍યમાં વિશાળ જગ્‍યામાં ઓગનત્રીસ કરોડના જંગી ખર્ચે અદ્યતન સુવિધાઓ વાળુ જિલ્લા સ્‍પોર્ટસ સંકુલ બન્‍યુ છે.

દેવભુમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં બનેલુ આ જિલ્લા સ્‍પોર્ટસ સંકુલ જે ધારાસભ્‍ય મુળુભાઇ બેરા તથા સાંસદ પુનમબેન માડમની જહેમતનું પરિણામ છે કે સોૈરાષ્‍ટ્રના કોઇ જિલ્લા અને રાજકોટમાં પણ ના હોય તેવી આધુનિક રમત-ગમતની સવલતો આ ભવ્‍ય સંકુલમાં છે.

ગુજરાતના છેવાડાના દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળીયા જેવા નાના શહેરમાં જે અદ્યતન સ્‍પોર્ટસ સંકુલ બન્‍યુ છે. તેમાં તમામ મેદાનો ઇન્‍ટરનેશનલ કક્ષાના બનાવાયા છે. જેથી શાળાઓમાંથી જ ખેલાડીઓને આંતરરાષ્‍ટ્રીય કક્ષાના મેદાનો પર તાલીમ મળી રહે.

ચાર પાંચ મહિનાઓથી આ ખંભાળીયા, ભાણવડના સ્‍પોર્ટસ સંકુલો તૈયાર થઇ ગયા છે જેનુ જો ઝડપથી ઉદઘાટન થાય તો રમતગમત વીરોને આ નવા આંતરરાષ્‍ટ્રીય મેદાનોનો લાભ મળી શકે.

નવા સંકુલના મેદાનો તૈયાર કરવા ડી.એસ.ડી.ઓ. હિતેશ પ્રજાપતિ તથા ભાવેશ રાવલિયા દ્વારા આ સંકુલ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી.

મુખ્‍યમંત્રી કાર્યાલયમાં આ સંકુલના ઉદઘાટન માટે દરખાસ્‍ત ઘણા સમયથી પેન્‍ડીંગ પડેલુ હોય ૧૫ કરોડ ઉપરાંતનું કામ હોય સી.એમ. કે ડેપ્‍યુટી સી.એમ. સિવાય કોઇ મંત્રીથી ના થાય તેમ હોય ઝડપથી ઉદઘાટન થાય તેવુ રમતવીરો ઇચ્‍છી રહયા છે.

તાજેતરમાં ભાજપની યાત્રાઓમાં પણ ધારાસભ્‍ય મુળુભાઇ બેરા તથા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પણ આ સંકુલની મુલાકાત લઇ આધુનિક મેદાનો જોયા હતા.

(1:31 PM IST)