તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
સૌરાષ્ટ્રને હચમચાવી દેનાર ધારા હત્યા કેસનો મોટો ચુકાદો: ડિસ્ટ્રિક્ટ કોર્ટે સુરેશ ભુવાજી સહીત તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
સુરજ ભુવાજી અને તેના સાથીદારોએ મળીને ધારાની હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સળગાવી હતી

જૂનાગઢમાં ચકચાર જગાવનાર ધારા હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ અને કડક ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2022માં બનેલી આ ઘટનામાં કોર્ટે મુખ્ય આરોપી સુરજ ભુવાજી સહિત તમામ 5 દોષિતોને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની ગંભીરતાને જોતા કોર્ટે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ ચુકાદો જાહેર કર્યો હતો.
વર્ષ 2022માં ધારા નામની યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સુરજ ભુવાજી અને તેના સાથીદારોએ મળીને ધારાની હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સળગાવી દીધી હતી. આ હકીકત સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો હતો.
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે માત્ર સજા જ નહીં, પરંતુ તમામ પાંચ દોષિતોને પ્રત્યેકને 50-50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દોષિતોએ આ દંડની રકમ આગામી 30 દિવસમાં ભરપાઈ કરવાની રહેશે. જો કોઈ આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જશે, તો તેને વધારાની એક વર્ષની જેલની સજા ભોગવવી પડશે. આ ચુકાદાથી ન્યાયતંત્રમાં વિશ્વાસ વધ્યો છે અને પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યાપી છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
