તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સુરેન્દ્રનગરના સોલડી ટોલનાકા પાસે રાજકોટ રેન્જ આઈજીની ટીમનો મોટો સપાટો : કારપેટના રોલની આડમાં છુપાવીને લઈ જવાતો રૂ.૧૩.૩૪ લાખની કિંમતનો ૯,૭૯૨ નંગ વિદેશી દારૂ અને બીયરનો મસમોટો જથ્થો ઝડપાયો, બે આંતરરાજ્ય બુટલેગરોની ધરપકડ : જુઓ વિડિઓ
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ ઈન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટ્રક, મોબાઈલ અને મુદ્દામાલ સહિત કુલ રૂ.૨૮.૧૪ લાખથી વધુનો પ્રોહિબિશન મુદ્દામાલ કબ્જે કરી હરિયાણાના કિંગપિન સહિત પાંચ સામે ગુન્હો નોંધ્યો

સુરેન્દ્રનગર, ૩૦ જૂન:* રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જની ટીમો સતત કાર્યરત હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાંથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રકમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીનનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં રાજકોટ રેન્જ ટીમને મોટી સફળતા મળી છે.
બાતમીના આધારે સોલડી ટોલનાકા પાસે વોચ ગોઠવી ઓપરેશન પાર પાડવામાં આવ્યું:*
પ્રોહિબિશનના દૂષણને નાબૂદ કરવા માટે રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જરૂરી ટેકનીકલ એનાલીસીસ, વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, ફતેસંગ પરમાર, કાસમભાઇ બ્લોચ અને ડ્રાઈવર ધર્મેન્દ્રસિહ જાડેજા સુરેન્દ્રનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ પેટ્રોલીંગ દરમિયાન ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે પહોંચતા જ સ્ટાફના ધર્મેન્દ્રસિહ, રાજદિપસિહ અને ફતેસંગને ચોક્કસ હકિકત મળી હતી કે એક ટ્રક નંબર HR-67-A-8964 નો ડ્રાઇવર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ત્યાંથી નિકળ્યો છે.
*કાર્પેટના રોલ પાછળ છુપાવેલો ૯,૭૯૨ નંગ દારૂ-બીયરનો જથ્થો મળ્યો:*
બાતમીવાળો ટ્રક સોલડી ટોલનાકા પાસેથી પસાર થતા જ એલર્ટ થયેલી પોલીસ ટીમે તેને રોકીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ટ્રકની તલાશી લેતા ઉપરથી કારપેટના રોલ ભરેલા દેખાતા હતા, પરંતુ આ કારપેટના રોલની આડમાં અંદર છુપાવીને રાખેલી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ગણતરી કરતા કુલ ૯,૭૯૨ નંગ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ.૧૩,૩૪,૭૨૪/- અંકાયા છે.
*રાજસ્થાનના બે ડ્રાઈવરની ધરપકડ, હરીયાણાના સપ્લાયર સહિત ૫ સામે ગુન્હો દાખલ:*
પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે ટ્રકમાં સવાર બે શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં:
* (૧) ડ્રાઇવર સંદિપકુમાર વિનોદકુમાર શાહુ (રહે. ભોજાસર, તા. ભાદરા, જી. હનુમાનગઢ, રાજસ્થાન)
* (૨) ડ્રાઇવર/કલીનર રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલ (રહે. ચીડીયાગાંધી, તા. ભાદરા, જી. હનુમાનગઢ, રાજસ્થાન) નો સમાવેશ થાય છે.
પોલીસે પકડાયેલા બંને આરોપીઓની ધોરણસર અટકાયત કરી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે ઇંગ્લીશ દારૂ, ટ્રક, મોબાઇલ ફોન તથા કારપેટના રોલ મળી કુલ રૂ.૨૮,૧૪,૯૯૪/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુન્હાની વિગતોના આધારે પકડાયેલા બંને આરોપીઓ ઉપરાંત (૩) ટ્રકમાં દારૂનો જથ્થો સોંપનાર મહેશ (રહે. ભટ્ટ, તા.જી. ફતેહાબાદ, હરીયાણા), (૪) ગુજરાતમાં આ ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર, (૫) ટ્રક રજીસ્ટ્રેશન નંબર HR-67-A-8964 ના અસલ માલિક તથા તપાસ દરમિયાન જેમના નામ ખુલે તે તમામ શખ્સો વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
