તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
આગામી ૪૮ કલાકમાં અરબી સમુદ્રમાં લોપ્રેસર સિસ્ટમ બનશે, પરંતુ તે ગુજરાતથી ઘણી દૂર રહેશે
સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આ અઠવાડિયે ગરમીમાં રાહત નહીં, તાપમાન ૩૬થી ૩૯ ડિગ્રી, કેટલાક દિવસે ૪૦ પાર

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૧૭: ૧૭ ઓક્ટોબરથી ૨૩ ઓક્ટોબર સુધીના સમયગાળા માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના હવામાન અપડેટ આપતા રમેશભાઈ બસિયા એ જણાવ્યું હતું કે આ અઠવાડિયે ગરમીમાં હજુ રાહત મળશે નહીં. મોરબી, રાજકોટ સહિતના મુખ્ય ગરમ શહેરોમાં તાપમાન ૩૬થી ૩૯ ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે અમુક દિવસે તે ૪૦ ડિગ્રી પાર પણ જઈ શકે છે.
આગામી ૪૮ કલાકમાં અરબી સમુદ્રમાં લોપ્રેસર સિસ્ટમ બનશે, પરંતુ તે ગુજરાતથી ઘણી દૂર રહેશે અને ઉત્તર-પヘમિ દિશામાં આગળ વધીને યમન તરફ જશે. તેથી ગુજરાતને ખાસ કોઈ અસર નહીં થાય. જોકે તેના ૩.૧ કિલોમીટર ઊંચાઈના ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર આવશે. આથી આગાહીના અમુક દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અથવા અમુક મર્યાદિત વિસ્તારોમાં છાંટા છૂટી કે હળવા ઝાપટા પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં આ શકયતા થોડી વધુ છે. બાકીના સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં શકયતા ઓછી અથવા નહિવત્ છે.
પવનની દિશા અમુક દિવસે ઉત્તર-પヘમિ અને મોટાભાગના દિવસોમાં ઉત્તર દિશાની રહેશે. પવનની ગતિ ૧૦થી ૧૫ કિમી/કલાક અને અમુક દિવસે ૧૫થી ૨૫ કિમી/કલાક રહેશે.
પヘમિ-ઉત્તરપヘમિના પવનોને લીધે ઝાકળ આવી રહી છે. ૧૮ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાકળ આવશે, જ્યારે ૧૯ તારીખથી ઝાકળની શકયતા ઘટી જશે
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
