<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

મોરબીના ઊંટબેટ શામપર ગામની સીમમાં ખેતરમાં લાવા જેવો પ્રવાહી નીકળ્‍યો

મોરબી તા.૧૫: ઊંટબેટ શામપર ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ગઈકાલે લાવા જેવું પ્રવાહી જોવા મળ્‍યું હતું જેને પગલે ગ્રામજનોમાં ભય અને કુતુહલ જોવા મળ્‍યો હતો સરપંચે આ મામલે સંબંધિત તંત્રને જાણ કરી છે.

સોમવારે બપોરે લાવા જેવું પ્રવાહી નીકળ્‍યું હતું જે મામલે ગામના સરપંચ હસુભાઈએ જણાવ્‍યું હતું કે ગામ નજીક આવેલ ખેતરમાં અંદાજે ૫ ફૂટ જેટલી જગ્‍યાએ લાવા જેવું પ્રવાહી જોવા મળ્‍યું હતું.

જે અંગે મામલતદાર અને જીપીસીબીને જાણ કરી છે.(

(10:42 AM IST)