<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

પાલિતાણામાં શરદપૂનમ નિમિત્તે વિશાળ નેત્રયજ્ઞનું આયોજન : દૂધપાક ભોજન સાથે ૧૯૮ દર્દીઓની વિનામૂલ્યે આંખની તપાસ અને સારવાર : જુઓ વિડીયો

કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી યોજાયેલા કેમ્પમાં ૧૧૬ મોતીયા અને ૫ વેલના દર્દીઓ નોંધાયા : અગાઉના ૧૯૨ દર્દીઓએ પણ લીધો લાભ

પાલિતાણા - પાલિતાણા ખાતે આવેલા કાશી વિશ્વનાથ સતુઆબાબા આશ્રમમાં શરદપૂનમના પવિત્ર અવસરે દર્દીઓ અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી. શરદપૂનમના પરંપરાગત દૂધપાક ભોજનના પ્રસાદની સાથે આંખના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર શિબિર (નેત્રયજ્ઞ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી સ્થિત સુદર્શન નેત્રાલયના સહયોગથી યોજાયેલા આ નેત્રયજ્ઞમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થાના પ્રમુખ ગિરિશભાઈ ગોધાણીના નેતૃત્વ હેઠળ તેમજ નાનુભાઈ વાઘાણી, ગોરધનભાઈ બલર, ઘનશ્યામભાઈ શિહોરા, ગણેશભાઈ રવાણી અને અતુલભાઈ પંડયા સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થયું હતું.

આરોગ્ય તપાસ અંગે વિગતો આપતા આયોજકોએ જણાવ્યું હતું કે આ નેત્રયજ્ઞ દરમિયાન કુલ ૧૯૮ દર્દીઓની આંખોની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૧૬ દર્દીઓમાં મોતીયાની સમસ્યા તથા ૫ દર્દીઓમાં વેલની સમસ્યા માલૂમ પડી હતી. આ ઉપરાંત, અગાઉ યોજાયેલા નેત્રયજ્ઞના ૧૯૨ જેટલા દર્દીઓ પણ ફોલોઅપ માટે આંખ બતાવવા માટે આવ્યા હતા.

આ સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના ચંદ્રકાંતભાઈ વંકાણી તેમજ કાર્યકર્તાઓના સુદ્રઢ સંકલનથી આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં વિજયભાઈ ગોટી, જેરામભાઈ સાંકડાસરિયા, પ્રવિણભાઈ ગોધાણી, ભોળાભાઈ જીવાણી, સંજયભાઈ કાંત્રોડિયા, ભાવશંગભાઈ મોરી, દાનજીભાઈ કુવાડિયા, રાજેન્દ્રસિંહ વાળા, ભગવાનભાઈ ખાંભલ્યા, ચેતનભાઈ ડાભી અને કિર્તીભાઈ રામાનુજ સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી સહયોગ આપ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(8:01 PM IST)