હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં ભક્તોની સુવિધા માટે વિશાળ EV ચાર્જિંગ સેન્ટર

રાજકોટ તા.૩૧: સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં સાળંગપુર ધામ ખાતે ભક્તોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવાના ભાગરૂપે એક અત્યાધુનિક અને વિશાળ EV ચાર્જિગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
‘‘ભક્તિ + પ્રકૃતિ = No Tension સફર, દાદાની સેવા હવે Next Level!'' ના સંકલ્પ સાથે શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટથી સાળંગપુર આવતા ઇલેક્ટ્રિક વાહનચાલકોને મોટી રાહત મળશે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ૧૭૮મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આ સેવાનું પ્રેરક અને સુંદર આયોજન શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેનું ઘનશ્યામ ભગત-વડતાલ તેમજ સાળંગપુર શ્રી હનુમાનજી મંદિરના પૂજારી સ્વામી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
ઝડપી ચાર્જિગ, પર્યાવરણને નવું સ્ટાર્ટિગ! આ સુવિધાનો લાભ લેવા તમામ ભક્તજનો અને વાહનચાલકોને સાળંગપુર ધામ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
મુખ્ય વિશેષતાઓ.સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં ભક્તોની સુવિધા માટે વિશાળ EV ચાર્જિગ સેન્ટર ૨૪×૭ અવિરત સેવા. ગમે ત્યારે, નો ટેન્શન! વાહન ચાર્જિગની સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. એડવાન્સ્ડ ટેક્રોલોજી.ડિજિટલ પેમેન્ટ, સ્માર્ટ સિક્યોરિટી અને આસાન સેલ્ફ-સર્વિસની ઉત્તમ સુવિધા.
ક્ષમતા એક સાથે ૧૨ વાહનો ઝડપથી ચાર્જ કરવાની ઉત્તમ સગવડ. પાવર ૧૨૦ KW સુપર ફાસ્ટ ચાર્જર જે ઝપાટાબંધ વાહન ચાર્જ કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
