News of Sunday, 2nd August 2026
મોરબીના આમરણ ગામ નજીક હાઇવે પર આપવામાં આવેલ ડાયવર્ઝન તૂટી ગયું.
ડાયવર્ઝન તૂટી જતા જામનગર કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર ખોવાયો ડેમી નદી પર ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ અને પુલ બનાવવાનું કામ હાલ પ્રગતિ હેઠળ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર અને જીલ્લામાં શનિવારે ભારે વરસાદ વરસ્યા બાદ રવિવારે મેઘરાજાએ આંશિક વિરામ લીધો હતો અને હવે ખાનાખરાબીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં આમરણ ગામ નજીક ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યહવાર ખોરવાઈ જવા પામ્યો છે.
ડેમી નદી પર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ અને પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આમરણ નજીક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે ભારે વરસાદ અને પાણીના પ્રવાહને પગલે ધોવાઈ જતા બંધ કરવું પડ્યું છે જેની જાણ થતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સ્થળ પર દોડી ગયા હતા અને ડાયવર્ઝન ચાલુ કરવાની કામગીરી શરુ કરાવવામાં આવી હતી ડાયવર્ઝન તૂટી જતા જામનગર-કચ્છ હાઈવે પર ભારે વાહનોની ગતિ થંભી ગઈ હતી જોકે નાના વાહનોની અવરજવર શરુ કરવામાં આવી હતી અને પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
