તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Tuesday, 2nd June 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં અધિકમાસ-મંગળવારે ભવ્ય "સંગીતમય સુંદરકાંડ પાઠ"યોજાયા : મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ
પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ પૂ.વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ તા.૧૭ મે થી તા.૧૫ જૂન દરમિયાન વિશેષ આધ્યાત્મિક મહોત્સવ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના મંદિર તરફથી પાઠ કરનાર તમામ મંડળો માટે સાઉન્ડ વ્યવસ્થા નિઃશુલ્ક

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ દ્વારા સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે હરિભક્તો માટે વિશેષ આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ અધિકમાસ દરમિયાન દર મંગળવારના પવિત્ર દિવસે ભવ્ય "સંગીતમય સુંદરકાંડ પાઠ"નું આયોજન કરવામાં આવ્યું છે. આજે પણ મંગળવાર નિમિત્તે
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં સુંદરકાંડના પાઠનું સંગીતમય આયોજન કરાયું હતું
આ ભક્તિમય મહોત્સવ તા. 17 મે થી 15 જૂન, 2026 દરમિયાન દર મંગળવારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. જે કોઈ સુંદરકાંડ મંડળ કે હરિભક્તો સાળંગપુરધામ ખાતે સુંદરકાંડ પાઠ કરાવવા ઈચ્છતા હોય તેઓએ અગાઉથી
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના મંદિર કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે.
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના
મંદિર તરફથી પાઠ કરનાર તમામ મંડળો માટે સાઉન્ડ સિસ્ટમની ઉત્તમ વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવશે. અધિકમાસમાં સુંદરકાંડ પાઠનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો લાભ લે તેવી અપીલ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.
વધુ માહિતી અને બુકિંગ માટે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
