<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

જામજોધપુરના ઉમિયાધામ સિદસર ખાતે ઉમિયા માતાજીની ધજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો : પાનેલી મોટીનું મહિલા મંડળ બન્યું સહભાગી : જુઓ વિડીયો

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે હિશુ શેરી મહિલા મંડળ દ્વારા ઉમિયાજીના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી

સિદસર:જામજોધપુર તાલુકામાં આવેલા કડવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર યાત્રાધામ ઉમિયાધામ સિદસર ખાતે આજે જગતજનની ઉમિયા માતાજીના મંદિરના શિખર પર ભવ્ય ધજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસર નિમિત્તે પાનેલી મોટી ગામના હિશુ શેરી મહિલા મંડળ દ્વારા આ ધજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને માઈભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.

 

પુરુષોત્તમ માસ નિમિત્તે વિશેષ ધાર્મિક ઉત્સવ:

હાલ ચાલી રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનો અને દર્શનનો વિશેષ મહિમા હોવાથી પાનેલી મોટી હિશુ શેરી મહિલા મંડળ દ્વારા સિદસર ઉમિયાધામ ખાતે માતાજીના ચરણોમાં ધજા અર્પણ કરવાનું આયોજન કરાયું હતું. મહિલા મંડળના સભ્યો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે ધજાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ-નગારાના નાદ અને 'જય ઉમિયા માં' ના ગગનભેદી જયઘોષ સાથે માતાજીના મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ભાવિકોએ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. (કાર્ટસી - ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી)

(8:15 PM IST)