તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
મોરબીમાં જન્માષ્ટમીએ સર્વે હિન્દુ સંગઠન દ્વારા નીકળશે ભવ્ય શોભાયાત્રા
સવારે 8 વાગ્યે જડેશ્વર મંદિરથી યાત્રાનું થશે પ્રસ્થાન, રામમહેલ મંદિરે યાત્રાનું સમાપન થઈને હિન્દુ મહાસભામાં પરિવર્તિત થશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મોરબી શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને હિન્દુ એકતાના સંદેશ સાથે 'સર્વે હિન્દુ સંગઠન - મોરબી' દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 4ના રોજ જન્માષ્ટમીના પાવન પર્વે મોરબીના મુખ્ય રાજમાર્ગો પર આ શોભાયાત્રા ભક્તિભાવપૂર્વક પરિભ્રમણ કરશે.
આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ સવારે 8:00 વાગ્યે મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિર ખાતેથી થશે. ત્યાંથી પ્રસ્થાન થઈને યાત્રા સુપર ટોકીઝ, નવયુગ ગારમેન્ટ ત્રિકોણબાગ , નવા ડેલા રોડ અને જૂના બસ સ્ટેન્ડ તરફ આગળ વધશે. ત્યારબાદ શોભાયાત્રા રામચોક, બાપા સીતારામ ચોક, રવાપર રોડ સ્થિત ચકિયા હનુમાન, ગાંધી ચોક પેટ્રોલ પંપ, શાક માર્કેટ - યદુનંદન ગેટ, નેહરૂ ગેટ ચોક અને ગ્રીન ચોક થઈને રામ મહેલ મંદિર ખાતે પહોંચશે. જ્યાં હિન્દુ મહાસભા યોજીને શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં મોરબી શહેર તથા આસપાસના વિસ્તારના સમસ્ત ધર્મપ્રેમી જનતાને ઉત્સાહભેર જોડાવા સર્વે હિન્દુ સંગઠન દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
