<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

બેસતા વર્ષે ધક્કા વાળી મેલડી માતાજીના સાનિધ્યમાં ભવ્ય ધજારોહણ અને 1,100 દીવડાઓની મહાઆરતીનું આયોજન.

નવા વર્ષના પ્રારંભે ભક્તિમય ઉત્સવ: સવારે ધજારોહણ, સાંજે મહાઆરતી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નવા વર્ષના પવિત્ર પ્રારંભે બેસતા વર્ષના શુભ અવસરે ધક્કા વાળી મેલડી માતાજીના સાનિધ્યમાં ભવ્ય ધજારોહણ તથા 1,100 દીવડાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ અને શ્રદ્ધાના આ ઉત્સવમાં સર્વે ભક્તજનોને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગતો મુજબ બેસતા વર્ષના દિવસે સવારે 7:30 કલાકે માતાજીના પાવન સાનિધ્યમાં ધજારોહણ યોજાશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે 1,100 દીવડાઓની ભવ્ય મહાઆરતી થશે, જેના અજવાળાથી માતાજીનું ધામ ઝળહળી ઊઠશે. આ આયોજનના આયોજક પ્રસન્નાબા જયપાલસિંહ રાઠોડ છે. મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધજારોહણ અને મહાઆરતીના સાક્ષી બની માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી અપીલ કરવામાં આવી છે.

(6:18 PM IST)