તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ગીરના ગોદમાં તુલસીશ્યામમાં કાલે ભવ્ય ગુરૂપુર્ણિમાં મહોત્સવ ઉજવાશે
ભજન,ભોજન,સત્સંગઃભવ્ય પાલખીયાત્રાઃ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૮: ગીરનાં ગહન અરણ્યની ગોદમાં વસેલા અને ‘‘ગીરનાં લીલા સાદર'' તરીક પ્રસિદ્ધ‘તીર્થધામ તુલસીશ્યામ' ખાતે આ વર્ષે પણ અષાઢ સુદ પુનમના પાવન દિવસે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ભારે ભક્તિભાવ સાથે ઉજવાશે. બાબરીયાવાડ, સોરઠ અને નાગેર સહિત ગુજરાતભરમાંથી હજારો યાત્રાળુઓ તુલસીશ્યામના દર્શન અને ગુરૂ આશીર્વાદ માટે અહીં ઉમટી પડશે.
તુલસીશ્યામનું નામ જ ભક્તિ અને પ્રકળતિનું મિલન છે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભગવાન શ્રીકળષ્ણની પટરાણી રૂક્ષ્મણીજીએ અહીં તપસ્યા કરી હતી. જે ડુંગર પર તેમણે તપ કર્યું તે ‘‘રૂક્ષ્મણીનો ડુંગર'' આજે પણ અહીં આવેલો છે.
સ્થાનિક માન્યતા અનુસાર અહીં ગરમ પાણીના કુંડમાં તાાન કરવાથી અનેક ચર્મરોગ દૂર થાય છે. આ કુંડો ગીરના જંગલની વચ્ચે કુદરતી રીતે ઉદ્વવેલા છે અને વર્ષભર ગરમ પાણી આપે છે. ગીરના જંગલની વચ્ચે આવેલું હોવાને કારણે આ સ્થળ ડાલા-મથા એટલે કે સિંહોનું વસવાટ સ્થાન પણ રહ્યું છે. ્પ્રકળતિની ખોળે વસેલા આ તીર્થની શાંતિ અને સૌંદર્ય યાત્રાળુઓને આકર્ષે છે. વર્ષોથી કાઠી ક્ષત્રિય સમાજના શ્યામ સેવકો આ તીર્થની સેવા અને રક્ષા સાથે જોડાયેલા છે. ગુરૂપૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જામશે. કંઠી બંધન અને ગુપ્ત દાર્નં : કાઠી ક્ષત્રિય સમાજના શ્યામ સેવકો સવારથી જ મહંતના સાનિધ્યમાં કંઠી બંધાવીને ગુરુદીક્ષા લેશે. આ દિવસે અનેક ભક્તો દ્વારા ગુપ્ત દાન પણ કરવામાં આવે છે.પાલખીયાત્રા અને રથયાર્ત્રાં : ડાભિયા પરિવાર દ્વારા સીતારામ ભોજનાલયથી મંદિર સુધી ભવ્ય પાલખીયાત્રાનું આયોજન થાય છે. ભક્તો ઢોલ-નગારા, અબીલ-ગુલાલ અને ભજન-કીર્તન સાથે મંદિરની ધજાને શોભાયાત્રામાં લઈ જઈને મંદિરના શિખર પર ચઢાવશે. સત્યનારાયણ કથા અને મહાઆરતીઃમંદિરના પટાંગણમાં કનુભાઈ કોટીલા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવશે. કથા પૂર્ણ થયા બાદ ભગવાન શ્યામની મહાઆરતી અને ગુરુપૂજન કરવામાં આવશે. મહાપ્રસાર્દં:કાર્યક્રમના અંતે આવેલા તમામ ભાવિકો માટે મહાઙ્ઘસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુરૂપૂર્ણિમાના દિવસે તુલસીશ્યામ ખાતે માનવ મહેરામણ ઉભરાતું હોવાથી વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓની સુવિધા માટે ટ્રાફિક વ્યવસ્થા, ર્પાકિંગ, પીવાના પાણી અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.
તુલસીશ્યામ ખાતે પ્રકળતિ, ઇતિહાસ અને આસ્થાનો ત્રિવેણી સંગમ થાય છે.
ગરમ કુંડ, રૂક્ષ્મણીનો ડુંગર અને ગીરનું જંગલ આ સ્થળને અનોખું બનાવે છે. ગુરૂપૂર્ણિમાના દિવસે અહીં આવતા દરેક ભક્તને શાંતિ, આશીર્વાદ અને પ્રકળતિનો સહવાસ મળે છે. તમામ ધર્મપ્રેમી જનતાને તુલસીશ્યામ ખાતે યોજાનારા ગુરુપૂર્ણિમા મહોત્સવમાં સહપરિવાર પધારવા અને પ્રસાદનો લાભ લેવા તુલસીશ્યામ ટ્રસ્ટ અને મેનેજર શ્રી ચિરાગભાઈ ગોંડલીયા નું જાહેર આમંત્રણ છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
