News of Saturday, 20th June 2026
રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ માનસિંગભાઈ પરમારનો સુત્રાપાડાના સ્વામિનારાયણ મંદિરે ભવ્ય સન્માન સમારોહ યોજાયો
ભાજપના વરિષ્ઠ આગેવાન માનસિંગભાઈ પરમારની વિજય બદલ નગરજનો, ભાજપ કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનોએ ફૂલહાર-શાલ ઓઢાડી કર્યું સન્માન

(રામસિંહ મોરી દ્વારા)સુત્રાપાડા તા.૨૦: રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન માનસિગભાઈ પરમારના વિજય બદલ સુત્રાપાડા શહેરમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો જેમાં શહેરના રાજકીય-સામાજિક દરેક સમાજના આગેવાનો, સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહના પ્રારંભે સાંસદ માનસિગભાઈ પરમાર, જામનગર જિલ્લા ભાજપ પ્રભારી દિલીપસિહ બારડ તેમજ વિવિધ સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરજનોએ નવનિયુક્ત સાંસદ માનસિગભાઈને ફૂલહાર અને શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કર્યું હતું. સરળ અને મિલનસાર સ્વભાવના માનસિગભાઈને સાંસદ તરીકેની નવી જવાબદારી મળવા બદલ સમગ્ર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે.
આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે માનસિગભાઈ પરમાર દિલ્હી ખાતે ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નો અને પંથકના વિકાસના મુદ્દાઓને મજબૂતીથી રજૂ કરીને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે. સન્માન સમારોહને સફળ બનાવવા બદલ આયોજકો દ્વારા ઉપસ્થિત સૌ નગરજનો, આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
