<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના પરપ૩માં જન્‍મોત્‍સવની ભવ્‍ય ઊજવણી

વસુદેવં સુતંદેવં કંસચાણુરમર્દનમ્‌ - દેવકીપરમાનન્‍દ કૃષ્‍ણ વંદે જગદગુરૂમ્‌

 

 

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૮ :.. પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી અષ્ટમી એટલે કે જન્‍માષ્ટમી પર્વના પાવન અવસરે હજારો ભાવિકોના ઘોડાપુરમાં જય મુરલીધર જય દ્વારકાધીશ જય રણછોડ માખણચોરના ગગનચુંબી જયઘોષ સાથે શ્રીકળષ્‍ણ ભગવાનના પરપ૩ માં જન્‍મોત્‍સવની ભકિતમય માહોલમાં ભવ્‍યાતિભવ્‍ય ઊજવણી કરવામાં આવી હતી. ધર્મમય માહોલમાં રાત્રિના ૧૨ના ટકોરે શ્રી દ્વારકાધીશજીના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં જળહળતી રોશની વચ્‍ચે સમગ્ર દ્વારકા નગરી તેમજ બહારથી પધારેલ કળષ્‍ણભકતોના માનવ મહેરામણની ઉપસ્‍થિતિમાં ઉજવાયો હતો. રાત્રિના ૧૨ ના ટકોરે સર્વત્ર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે જન્‍માષ્ટમી પર્વની ભવ્‍ય ઊજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પાવન અવસરે હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી તાાનનો પણ લાભ લીધો હતો. (તસ્‍વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(1:10 PM IST)