<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્‍થિતીમાં સફાઈ કામદારોનું સ્‍નેહમિલન યોજાયું

નૂતન વર્ષની કેક કાપી અને મીઠાઈ વિતરણ કર્યુઃ સફાઈ કામદારોને શુભેચ્‍છા પાઠવી અને સ્‍વચ્‍છતા કામગીરીમાં યોગદાનને બીરદાવ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૩: મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે દિવાળી-નૂતનવર્ષ તોહમિલન હતું. કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્‍થિતિમાં યોજાયું હતું, જેમાં અર્જુનભાઈએ કેક કટિંગ અને મીઠાઈ વિતરણ કરી સફાઈ મિત્રોને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

દિવાળી અને નૂતનવર્ષના  પર્વ નિમિત્તે મહાનગરપાલિકાના સેનીટેશન કમિટીના ચેરમેન શ્રી વનરાજભાઈ કેશવાલા દ્વારા શહેરની સ્‍વચ્‍છતા જાળવવામાં મહત્‍વપૂર્ણ યોગદાન આપતા સફાઈ કામદારો માટે વિશેષ તોહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરબંદર મહાનગર પાલિકાના મેયર શ્રી સાગરભાઈ મોદી, ડેપ્‍યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, નાયબ કમિશનર કિશન ગરસર તથા સેનીટેશન કમિટીના ચેરમેન વનરાજભાઈ કેશવાલા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્‍તે કેક કટિંગ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ઉપસ્‍થિત મહાનુભાવોએ સફાઈ કર્મચારીઓને મીઠાઈનું વિતરણ કરી દિવાળી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મહાનુભાવોએ શહેરને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા માટે સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની કામગીરીની સરાહના કરી હતી.

(12:58 PM IST)