News of Wednesday, 22nd July 2026
બગસરાના વાઘણીયા ગામમાં બૂકાનીધારી ટોળકી ત્રાટકીઃ એક સાથે ૧૦ સ્થળે ચોરી

(સમીર વિરાણી દ્વારા )બગસરા તા.૨૨: બગસરા પંથકના વાઘાણીયા ગામમાં એક સાથે ૧૦ જેટલાં સ્થળે ચોરી થતા સમગ્ર બગસરા પંથકમાં ભઈ વ્યાપી ગયો છે. હાલમાં જયારે વેપારીઓમાં મંદીનું વાતાવરણ ઉભું થયું છે ત્યારે આવા સમયે તસ્કર ગેંગ એક્ટિવ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ચાર માસથી બગસરા તાલુકામાં કાયદો ને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે વાઘાણીયા ગામમાં એક સાથે બુકાની ધારી ટોળકીએ એક સાથે ૧૦ દુકાન, રહેણાંક મકાન તેમજ ગામના રામજી મંદિરને નિશાન બનાવી ૪ લાખ કરતા વધારે ચોરી ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. જયારે આ ચોરોની ગેંગ ગામની બજારમાં બુકાનીધારી બનીને આવતા CCTV કેમેરામાં કેદ થયા હતા. જયારે આ બાબતે બગસરા પોલીસ સ્ટેશનમાં જાણ થતા સમગ્ર ટીમ ઘટના સ્થળે દોડી આવેલ હતી. અને વધુ તપાસ કરવા ડોગ સ્કોર્ડ ટીમ અમરેલી પણ કામે લાગી ગઈ હતી.
જયારે મળતી વિગત અનુસાર તસ્કરો દ્વારા ચોરી કરીને સોના ચાંદીના દાગીનાના બોક્સ વાડી વિસ્તારમાં ફેંકીને નાશી ગયેલા હોવાની સ્થાનિક લોકો દ્વારા વિગત જાણવા મળેલી હતી.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
