<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

મોરબીના લાલપર ગામ નજીક ગેસ પાઈપલાઈન લીકેજને પગલે આગ લાગી.

ગેસ લાઈનનો મેઈન વાલ્વ બંધ કરી ગેસ લીક થતા અટકાવ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના લાલપર ગામ પાછળ આવેલ સબ સ્ટેશન પાસે ગેસ પાઈપલાઈનમાં આગ ફાટી નીકળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર સમયસર કાબુ મેળવી લીધો હતો.

મોરબી ફાયર કંટ્રોલ રૂમના બપોરે ૧ વાગ્યા આસપાસ કોલ મળ્યો હતો કે લાલપર ગામની પાછળના ભાગે અર્બન ડાયમોલ્ડ નજીક સબ સ્ટેશન બાજુમાંથી નીકળતી ગેસ પાઈપલાઈનમાં લીક થતા આગ લાગી હતી જેથી મોરબી ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ ગેસ લાઈનનો મેઈન વાલ્વ બંધ કરી ગેસ લીક થતા અટકાવ્યું હતું નજીકમાં જ સબ સ્ટેશન હતું જોકે ફાયર ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.

(12:38 AM IST)