News of Saturday, 30th May 2026
બ્લોચ મકરાણી સમાજના તેજસ્વી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો સોમવારે રાતિધાર ખાતે સન્માન સમારોહ
એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ ઈમ્તિયાઝ બ્લોચનાં નેતળત્વ તળે આગવુ આયોજનઃ બપોરે સમુહ ભોજનઃ સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૦: બ્લોચ મકરાણી સમાજના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનો આગામી તા.૧ જૂન સોમવારના રોજ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાનાં રાતિધાર ગામ ખાતે સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરાયું છે. રાતિધાર એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ ઈમ્તિયાઝ બ્લોચનાં નેતળત્વ તળે આગવુ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે સમુહ ભોજનની વ્યવસ્થા કરાઈ છે. આ સમારોહમાં બ્લોચ મકરાણી સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે અને તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીઓનીઓને પ્રોત્સાહિત કરશે.
રાતિધાર મકરાણી બ્લોચ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈમ્તિયાઝ બ્લોચનાં જણાવ્યા અનુસાર સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તથા આજુ બાજુના મકરાણી બ્લોચ સમાજના આગેવાનો, મુરબ્બીઓ, નવયુવાન મિત્રો અને આપણા સમાજની માં, બહેનો, અને તમામ વિષયોમાં ભણતા આપણા દીકરાઓ અને દીકરીઓને રાતિધાર બ્લોચ મકરાણી એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ઇમ્તિયાઝભાઈ બ્લોચ અને તેમના સભ્યો દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે. આપણા ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત મકરાણી બ્લોચ સમાજના વિદ્યાર્થી દીકરીઓ અને દીકરાઓ માટે સન્માનિત ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને સન્માન સમારોહનો પ્રોગ્રામ રાખેલ હોય સમાજના દરેક લોકોને અચૂક હાજર રહેવા માટે વિનંતી કરાઈ છે. સમાજની હાજરીથી સમાજના વિદ્યાર્થીઓના હોસલાઓ બુલંદ થશે. આગામી તા. ૧-૬-૨૦૨૬ સોમવારે સવારે ૧૦ કલાકે બ્લોચ બ્લોચ સમાજના વિદ્યાર્થીઓ જે ધો.૧૦ અને ધો.૧૨માં ૭૦%થી વધુ ગુણ સાથે ઉતીર્ણ થયા છે તેમનો સન્માન સમારોહ સવારે ૧૦ કલાકે યોજાશે અને બપોરે ૧૨ કલાકે સમુહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સમાજમાં દરેક લોકો આ નેક કામમાં સહભાગી બનીને ચોક્કસ હાજરી આપવા માટે વિનંતી કરાઇ છે.
રાતિધાર મકરાણી બ્લોચ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ-૨૦૨૫-૨૬ અંતર્ગત સ્થળ : મું:રાતીધાર ગીર તા. તાલાલા , જીલ્લોઃ ગીર સોમનાથ ખાતે બલોચ મકરાણી સમાજના ગીર સોમનાથ તથા આસપાસના જીલ્લા ઓના SSC, HSC, (૭૦% +) કોલેજ, ડીપ્લોમા, ડિગ્રી, મેડિકલ, નસિર્ંંગ, JEE/NEET તેમજ દીની તાલીમમાં સફળ થયેલ તમામ વિદ્યાર્થી મિત્રો માટે વિશેષ સન્માન સમારોહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે વિધાર્થીઓ- વિદ્યાર્થીઓનીઓ રજીસ્ટ્રેશન કરવામાં બાકી હોય તેમણે ત્વરિત નોંધણી કરાવી લેવા સંપર્ક પ્રમુખ ઈમ્તિયાજભાઇ બ્લોચ ૯૨૬૫૯ ૫૪૫૩૫, વકીલભાઇ બ્લોચ ૯૨૬૫૫ ૦૭૨૯૦, મહંમદહુસેન ભાઇ ૯૯૨૪૪ ૩૫૪૦૭, Adv જાકીરભાઇ ૭૪૯૦૦ ૮૪૦૯૪, Adv સલમાનભાઇ ૯૯૦૯૨ ૯૯૪૦૮, ફિરોઝભાઇ બ્લોચ, ૯૮૨૪૦ ૭૬૭૩૩, ઈમ્તિયાઝભાઇ બ્લોચ, ૯૯૨૪૧ ૭૧૦૦૭, અરર્શદભાઇ બ્લોચ ૯૯૨૪૨ ૨૪૨૧૦, ડો ઇકબાલભાઇ બ્લોચ ૯૯૦૪૪ ૨૩૩૮૦, Adv ઉમીલભાઇ બ્લોચ ૭૬૯૮૨ ૬૧૬૫૦, હસનભાઇ બ્લોચ ૯૮૨૪૦ ૭૬૭૩૩, સદામભાઇ બ્લોચ ૮૫૧૧૭ ૭૨૫૦૮ નો સંપર્ક સાધવા ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
