<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ભાવનગરના સિહોરના ધ્રૂપકા રોડ પર ગેબનશા પીરની દરગાહ પાસે 5 સિંહનો પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ

રહેણાંક અને ખેતીવાડી વિસ્તારની નજીક એકસાથે 5 સિંહોની અવરજવર જોવા મળતાં સ્થાનિક ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ ફેલાયો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ધ્રૂપકા રોડ પર આવેલી ગેબનશા પીરની દરગાહ પાસે એક સાથે 5 સિંહના પરિવારની લટાર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મોડી સાંજના સમયે મુખ્ય માર્ગ પર ખુલ્લેઆમ વિહરતા આ સાવજોને જોઈને ત્યાંથી પસાર થતા એક રાહદારીએ આ દ્રશ્યો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધા હતા. રહેણાંક અને ખેતીવાડી વિસ્તારની નજીક એકસાથે 5 સિંહોની અવરજવર જોવા મળતાં સ્થાનિક ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે, જેના કારણે લોકો રાત્રિના સમયે પોતાના ખેતરે જવામાં પણ ડર અનુભવી રહ્યા છે.

(1:13 AM IST)