<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ભાવનગરના ખારગેટ વિસ્‍તારમાં પાર્વતીપતેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જર્જરિત દિવાલ વરસાદના કારણે ધસી પડી

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭ ભાવનગર શહેરના ખારગેટ વિસ્‍તારમાં આવેલ જગદીશ મંદિર રોડ, દાણાપીઠ પાછળ, નાનભા શેરી, શુક્‍લ ફળી, પાર્વતીપતેશ્વર મહાદેવ મંદિર ની બાજુ માં  જર્જરિત હાલતમાં દિવાલ અચાનક વરસાદના કારણે ધડાકાભેર આવજ સાથે ધસી પડી હતી. જેના કારણે શેરીના આખા રસ્‍તા પર ઇંટ-પથ્‍થર ધસી આવ્‍યાં હતાં આ બનાવમાં ૧ થી ૨ લારીઓ ને નુકસાન થવા પામ્‍યું હતું હાલ વરસાદના કારણે કોઈ જનાવર દબાઈ ગયું છે કે નહીં તેની જાણ હજુ નથી મળી જેમાં ત્‍યાંના રહેવાસીઓ ને અવર જવર કરવામાં તકલીફ રૂપ બનવા પામ્‍યુ હતુ.

હજુ પણ એવી આજુબાજુ ની દિવાલો ધસી આવે એમ છે. સાથે ૨ થી ૩ પીપળાઓ છે જે ધરાશયી થશે તો આજુ બાજુના ભાગમાં મકાનોને નુકસાની થવાની સંભાવના દેખાઈ રહી છે. જેમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશને કોઈ મોટી જાન હાની નો થાય અને તત્‍કાલિક પગલા લે તેવી અહીં ના રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે દિવસ દરમિયાન આ જગ્‍યામાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે હાલતા ચાલતા માણસો આની અંદર કચરો પણ ફેકે છે જેની મ્‍યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતમાં ધ્‍યાન કરી તાત્‍કાલિક આ કચરો અને આ જગ્‍યા સાફ કરાવે જેથી કરીને કોઈના નુકસાન ન થાય. આ ખરાબ જગ્‍યામાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે તેમાં જીવડાઓથી અહીં મંદિરના ભક્‍તજનોમાં ભારે હાલાકી અને પરેશાની ભોગવવી પડે છે. અને આ જગ્‍યામાંથી દિવસ દરમિયાન તડકો આવે ત્‍યારે ખૂબ જ દુર્ગંધ આવે છે મંદિરની અંદર પૂજા અર્ચના કરવામાં તકલીફ થાય છે જેનું ખાસ જણાવવામાં આવ્‍યું હતું. આ અંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો  તેજસભાઇ જોષી, પ્રિયંકભાઇ ત્રિવેદી, આગમ શાહ અને પ્રશાંત ટીટા હાજર રહેલ અને તેઓએ તંત્રને જાણ કરેલ છે.

(11:27 AM IST)