<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ભાવનગર ખાતે પૂ. ગોયન્કાજીની ૧૩મી પુણ્યતિથિ નિમિત્તે વિપશ્યના સાધકો માટે એક દિવસીય શિબિર

એક દિવસીય શિબિર તા. 4ને રવિવારે સવારના 8 થી 1, હર્ષા ભુવન, વિશુદ્ધાનંદ શાળા વાળો ખાંચો, ચિતરંજન ચોક, વિદ્યાનગર ભાવનગર ખાતે રાખેલ છે

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર વિપશ્યના સેન્ટર ઘણા વર્ષોથી કાર્યરત છે. જેના દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી વિપશ્યના ધ્યાન પદ્ધતિ શીખવાડવામાં આવે છે.
સત્ય નારાયણ ગોયન્કાનો જન્મ મ્યાનમાર (બર્મામાં) થયો. ત્યાંના રહેવાસ દરમ્યાન વિપશ્યનાનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. ચૌદ વર્ષ સુધી પોતાના ગુરુદેવ પાસેથી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ગોયન્કાજી ભારત આવ્યા અને ૧૯૬૯માં વિપશ્યના શીખવવાનું શરુ કર્યું. જાતીયતા અને સાંપ્રદાયિકતાથી પ્રભાવિત ભારતમાં ગોયન્કાજીની શિબિરોમાં સમાજના બધા સ્તરના હજારો લોકો સમ્મેલિત થયેલા છે. આજે વિશ્વભરમાં લગભગ ૧૪૦ દેશોના લોકો વિપશ્યના શિબિરોમાં ભાગ લઈને લાભાન્વિત થતા હોય છે.
ગોયન્કાજીએ ભારત અને વિદેશોમાં ૩૦૦થી વધારે શિબિરોનું સંચાલન કર્યું છે અને કેટલાય હજારો લોકોને વિપશ્યના શીખવી છે. ગોયન્કાજી એમના જીવનકાળમાં અનેક પુરુસ્કારો અને સમ્માનોના પ્રાપ્તકર્તા હતા, જેમાં 2012માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલ પ્રતિષ્ઠિત પદ્મભુષણનો પણ સમાવેશ છે.  
ગોયન્કાજીની ૧૩મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગરમાં વિપશ્યના જૂના સાધકો માટે એક દિવસીય વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસીય શિબિર તા. 4/10ને રવિવારના રોજ સવારના 8 થી 1, હર્ષા ભુવન, વિશુદ્ધાનંદ શાળા વાળો ખાંચો, ચિતરંજન ચોક, વિદ્યાનગર ભાવનગર ખાતે રાખવામાં આવી છે.નામ નોંધાવવા માટે મોબાઈલ 81282 55726 ઉપર સંપર્ક કરવો.સર્વે સાધક ભાઈઓ બહેનોને આ અદભુત ધ્યાન સાધનાનો લાભ લેવા ભાવનગર વિપશ્યના સેન્ટરના સંચાલક અનિલભાઈ એ. શાહ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

(8:28 PM IST)