News of Thursday, 9th July 2026
પોરબંદરમાં તુટી પડેલું નેવીના પ્લેનનો ઉપયોગ કેમરામાં આકાશી દ્રશ્યો લેવામાં થતો હતો
યુએવી પ્રકારના પ્લેન ક્રેશથી જાનહાનિ નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૯: નજીકની ધરમપુર સીમમાં ભારતીય નેવીનું યુએવી પ્લેન તુટી પડયું હતું. આ અકસ્માતથી જાનહાનિ નથી. આમર્ડ એરીયલ વ્હીકલ (યુએવી) પ્રકારના આ પ્લેનનો ઉપયોગ આકાશી દ્રશ્યો કેમરામાં લેવામાં ઉપયોગ થતો હતો.
ધરમપુર સીમમાં આજે સાંજે ભારતીય નેવીનું આમર્ડ એરીયલ વ્હીકલ (યુએવી) પ્લેન કોઈ કારણથી નીચે પડી જઈને તુટી પડયું હતું. આ ઘટનાની જાણ થતા નેવીના અધિકારીઓ પોલીસ અને ફાયર બ્રીગેડની ટીમો સ્થળ ઉપર દોડી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આ પ્લેન ક્રેશથી કોઈ જાનહાનિ થઈ નથી.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
