<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

"દિવ્યાંગોની દિવાળી સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના ઘરે" : સ્નેહ, હૂંફ અને પ્રેમનો અનોખો સંગમ

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.08-11-2026ને રવિવારના રોજ

દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમ "દિવ્યાંગોની દિવાળી દાદાના ઘરે" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના દિવ્યાંગો  પણ તહેવારનો આનંદ માણી શકે અને તેમને પારિવારિક હૂંફનો અનુભવ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

         આ  દરમિયાન  દિવ્યાંગોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઘરના સભ્યોની જેમ જ પ્રેમ આપીને સ્વામીજી દ્વારા પુષ્પોનો વર્ષા  કરવામાં આવી હતી.

આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં ભક્તો  ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પ્રેમ, આનંદ અને સામાજિક સમરસતાના વાતાવરણમાં સંપન્ન થયો હતો.

(6:28 PM IST)