<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

મોરબી બી ડિવીઝન પોલીસ મથકની નજીક ધમધમતી દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૫: મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલા વિદ્યુતનગર સોસાયટી અને હરિ પાર્ક સોસાયટી જવાના રસ્‍તા પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. આ અંગે સ્‍થાનિક રહીશો દ્વારા ૫ દિવસ પહેલા એટલે કે ૮ તારીખે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિણામે સ્‍થાનિકોએ આજે એકઠા થઈ જનતા રેડ પાડી હતી.

પોલીસની નિષ્‍ક્રિયતા અને દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણથી ત્રસ્‍ત થયેલા સોસાયટીના રહીશોએ આખરે કંટાળીને આજે જનતા રેડ કરી હતી. આ જનતા રેડ દરમિયાન ખંઢેર મકાનમાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. અહીં આヘુર્યની વાત એ છે કે જ્‍યાં આ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું તે સ્‍થળ બી-ડિવિઝન પોલીસ સ્‍ટેશનથી માત્ર ૧૦૦ થી ૨૦૦ મીટર જેટલું જ દૂર છે.

અહીં દારૂના નશામાં લોકો અવારનવાર જાહેરમાં ઝૂમતા નજરે પડતા હોય છે. જેથી આ મામલે સ્‍થાનિકોએ અગાઉ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અને આખરે સામાન્‍ય જનતાને જાતે જ રેડ કરવા મજબૂર થવું પડતાં, પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે

(1:37 PM IST)