<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ભાવનગરમાં ધંધાની હરીફાઈમાં મિત્રએ નકલી દારૂ પીવડાવી રિક્ષાચાલકની હત્‍યા કરી હતી

ભાવેશ વિસાણીની હત્‍યા કેસમાં પોલીસે મુકેશ પટેલને ઝડપી લીધો

 

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૫: શહેરમાં શાળાના બાળકોની રિક્ષા વાનની વર્ધી ભરી પરિવારનું ગુજરાન ચલાવતા ભાવેશભાઈ વિસાણીની નકલી દારૂ પીવડાવી હત્‍યા કરવાના ચકચારી બનાવનો ભેદ ઘોઘારોડ પોલીસે ઉકેલી નાખ્‍યો છે. પોલીસે હત્‍યાના આરોપમાં ભાવેશભાઈના મિત્ર મુકેશ પટેલની ધરપકડ કરી છે, જ્‍યારે નકલી દારૂ પૂરો પાડનાર સંજય નામના બૂટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે મુકેશ પટેલ પણ શાળાના બાળકોની વર્ધીનો વ્‍યવસાય કરતો હતો. તેની રિક્ષામાં બાળકોની સંખ્‍યા ઘટી જતાં તેને આર્થિક મુશ્‍કેલીનો સામનો કરવો પડતો હતો. આથી તેણે ભાવેશભાઈ વિસાણીની રિક્ષા મુક્‍તલક્ષ્મી શાળામાં મૂકવા અંગે વાત કરી હતી. જોકે, ભાવેશભાઈએ આ માટે ના પાડતાં બંને વચ્‍ચે મનદુઃખ થયું હતું. આ મનદુઃખની દાઝ રાખી મુકેશ પટેલે ભાવેશભાઈને નકલી દારૂ પીવડાવી તેમની હત્‍યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું છે. બનાવ અંગે ઘોઘારોડ પોલીસે મુકેશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ નકલી દારૂ પૂરો પાડનાર સંજય નામના બૂટલેગરને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

(12:35 PM IST)