News of Sunday, 4th October 2026
બાપ-દીકરીના પવિત્ર સંબંધને કાળો દાગ: પોરબંદરના ઓડદરમાં હેવાન પિતાએ માસુમ સગીરા પર ૬ વર્ષ સુધી આચર્યું ગુજાર્યું ગુજારેલું કાળું કૃત્ય
૧૩ વર્ષની કુમળી વયથી રાક્ષસી હવસનો ભોગ બનેલી દીકરીએ આખરે હિંમત દાખવી ખોલી પાપની પોલ; નરાધમ બાપની ધરપકડ

પોરબંદર: પોરબંદર તાલુકાના ઓડદર ગામમાંથી સમાજને શરમાવે અને માનવતાને લજ્જાવે તેવી અત્યંત ધૃણાસ્પદ તથા હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોહીના પવિત્ર સંબંધને તાર-તાર કરીને એક પાપી પિતાએ પોતાની જ સગીર વયની દીકરી પર સતત ૬ વર્ષ સુધી અમાનુષી બળાત્કાર આચર્યો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.
નરાધમ પિતા દીકરીને ધાર્મિક અને ઈશ્વરના સોગંધ આપીને મોઢું બંધ રાખવા મજબૂર કરતો હતો. આખરે હિંમત ભેગી કરીને પીડિતાએ પરિવાર અને પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, પીડિત બાળકી જ્યારે માત્ર ૧૩ વર્ષની કુમળી વયની હતી ત્યારથી જ તેનો સગો પિતા તેની પર નિયત બગાડીને શારીરિક શોષણ કરતો હતો. દીકરી જ્યારે પણ આ કાળકૃત્યનો વિરોધ કરતી કે માતાને કહી દેવાની ધમકી આપતી, ત્યારે નરાધમ પિતા તેને ભગવાનના અને કુળદેવીના કસમ/સોગંધ આપીને ડરાવી-ધમકાવી દેતો હતો. પિતાના આ રાક્ષસી ત્રાસ અને માનસિક ડર હેઠળ દીકરી સતત ૬ વર્ષ સુધી આ નરક જેવી યાતના સહન કરવા મજબૂર બની હતી.
સતત થઈ રહેલા આતંકથી કંટાળેલી યુવતીએ આખરે હિમ્મત દાખવીને સમગ્ર કાળી કરતૂત અંગે ખુલાસો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તુરંત જ ગંભીરતા દાખવીને પોક્સો (POCSO) એક્ટ તેમજ દુષ્કર્મની કડક કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પિતાની અટકાયત કરી લીધી છે.
સમાજ અને બાપ-દીકરીના પવિત્ર નાતાને કલંકિત કરતી આ ઘટનાને પગલે પોરબંદર પંથકમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને પીડિત પક્ષ દ્વારા આવા નરાધમ રાક્ષસી માનસિકતા ધરાવતા પિતાને કડકમાં કડક અને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
