તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
ઊનાના કંસારી પાસે કાળમુખો અકસ્માત: પૂરપાટ વેગનઆર કારે બાઈકને ટક્કર મારતા બે યુવાનોના કરૂણ મોત
ભડિયાદર ગામેથી પેટ્રોલ પુરાવવા નીકળેલા બે પિતરાઈ ભાઈઓનો ભોગ લેવાયો, અકસ્માત સર્જનાર કારચાલક સામે પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી.

(નવીનભાઈ જે જોશી દ્વારા) ઊના ઊના તાલુકા ના કંસારી ગામ નજીક રોડ ઉપર આવેલ ભૂતડા દાદા ના મંદિર પાસે ગત તા૪/૯/૨૬ ના સવારે ઊના તાલુકાના ભડિયાદર ગામે રહેતા કુલદીપ ભાઈ ભાણજી ભાઈ સોલંકી ઉ. વ. ૧૮ અને તેનો પિતરાય ભાઈ જીગર બટુકભાઈ સોલંકી ઉ. વ. ૧૯ રે ભડિયાદર ભડિયાર ગામે થી ડબલ સવારી મોટર સાયકલ ઉપર ઊના મોટર સાયકલ માં પેટ્રોલ પુરાવા આવતા હતા ત્યારે કંસારી ગામ પાસે ભૂતડા દાદા ના મંદિર પાસે વેગન આર મોટર નંબર GJ 06 F 04365 ના ચાલકે મોટર કાર બેદરકારી થી ચલાવી સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા ડબલ સવારી મોટર સાયકલ ને ટક્કર મારતા રોડ પાસે આવેલ પાંચ ફૂટ ઊંડા ખાડામાં મોટર સાયકલ પડી ગયું હતું અને બંને યુવાનો ના ઘટના સ્થળે ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યા હતા. વેગેન આર મોટર કાર પણ ખાડા માં પડી ગઈ. હતી. અને તેમાં બેઠેલ લોકો બહાર નીકળી ચાલ્યા ગયા હતા. લોકો ને જાણ થતા તેમને પરિવાર ને ભડિયાદર જાણ કરી હતી અને તેમનો પરિવાર તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિવાર ના બે યુવાનો ના મોત થતા પરિવાર અને ગામ માં શોક છવાઈ ગયો હતો. બન્ને યુવાનો ને પોસ્ટ મોર્ટમ માટે ઊના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
પંચ નામું કરી રહી છે. પોલીસ અધિકારી ના જણાવ્યા મુજબ આ મોટર કાર જુનાગઢ જોશીપુરા માં રહેતા દિલાવર ભાઈ યુનુસભાઈ જુણેજા ચલાવતા હતા અને જૂનાગઢ થી ગીર ગઢડા તાલુકાના જસાધાર ગીર ગામે તેમના પરિવાર સાથે સગા ને મળવા જતા હતા. અકસ્માત બાદ પરિવાર ના લોકો ને જસાધાર ગીર સગા ના ઘરે મૂકી દિલાવર ભાઈ યુનુસભાઈ જુણેજા ઊના પોલીસ સ્ટેશન મા હાજર થઈ ગયા હતા. પોલીસ તેમની અટક કરી. વધુ તપાસ કરી રહ્યા છે. અકસ્માત નું પ્રાથમિક કારણ બાઇક ઓવરટેક કરતી વખતે બનાવ બન્યો હશે તેમ જણાવ્યું હતું.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
