<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

જસદણના આટકોટ ગામે પંચાયત રોડ પર ઘર પાસે પાર્ક કરેલી બાઈકની ધોળાદિવસે ચોરી

બપોરના સમયે બે અજાણ્યા શખ્સો બાઈક દોરીને ફરાર થઈ જતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે પંચાયત રોડ પરથી બાઈક ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘર પાસે પાર્ક કરીને રાખવામાં આવેલી બાઈકની અજાણ્યા તત્વો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી હતી. આ સમગ્ર ચોરીનો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયો છે, જેના આધારે પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ ઘટના બપોરના સમયે બની હતી. બે અજાણ્યા શખ્સો નજર ચૂકવીને પાર્ક કરેલી બાઈક પાસે પહોંચ્યા હતા. બાઈક ચાલુ ન થતાં કે લોક તૂટતાં વાર લાગતા, બંને ચોરો બાઈકને દોરીને સ્થળ પરથી આસાનીથી ફરાર થઈ ગયા હતા. દિવસદહાડે બનેલી આ ચોરીની ઘટનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

બનાવ અંગે જાણ થતાં જ આટકોટ પોલીસની ટીમ હરકતમાં આવી ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને તેમાં દેખાતા બંને શંકાસ્પદ શખ્સોની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે

 

(10:56 PM IST)