<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

લખતર તાલુકા ભાજપમાં મોટું રાજકીય ગાબડું પડયું

તાલુકા ભાજપના અનેક પૂર્વ હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: સુરેન્‍દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ તમામ આગેવાનોને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા.

ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાનારાઓમાં સુરેન્‍દ્રનગર જિલ્લા યુવા ભાજપ મોરચાના પૂર્વ મંત્રી રાજુભાઈ લકુમ, લખતર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્‍દ્રસિંહ (નયુભા) રાણા, તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ બાબુભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્‍ય માવજીભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. તો કેટલાક પાટીદાર અગ્રણીઓએ પણ કોંગ્રેસનો હાથ પકડ્‍યો હતો.

આ આગેવાનોના કોંગ્રેસમાં પ્રવેશને લઈને સ્‍થાનિક રાજકારણમાં નવી ચકચાર મચી છે. ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્‍યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્‍યારે કોંગ્રેસ પક્ષે આ જોડાણને પોતાની મજબૂતી તરીકે રજૂ કર્યું છે.

ભાજપના અમુક નેતાઓના કારણે અમારી અવગણના થતી હતી અમારા વિસ્‍તારમાં ધારાસભ્‍ય દ્વારા રસ્‍તા માટે ગ્રાન્‍ટ ફાળવ્‍યા બાદ જિલ્લા પંચાયત સદસ્‍યના રોડ થઈ જવાના ખોટા આક્ષેપ બાદ ગ્રાન્‍ટ પરત ખેંચી વિકાસમાં વિઘ્‍ન નાંખેલ. તેમાં ભાજપ દ્વારા કહેવાતા વિકાસની કયાં વાત કરવી.

આ અંગે સાચી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ઙ્કજાના કામોમાં ભાજપના નેતાઓ જ વિઘ્‍ન નાંખતા હોઇ અમોએ ભાજપ સાથે છેડો ફાડ્‍યો હતો. તેમ બાબુભાઈ સોલંકી, (ભૂતપૂર્વ ઉપપ્રમુખ, તાલુકા ભાજપ)એ જણાવ્‍યું છે

(1:19 PM IST)