તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
ભાડલાના કડુકાના વેપારી સાથે ઓનલાઇન સસ્તી સોપારીના નામે પ૬ હજારની ઠગાઇ
પાનના ગલ્લા માટેની ‘સોપારી'એ ‘ચુનો' લગાવી દીધો : જામનગરના હાર્દિક પટેલ નામે ઓળખ આપનાર શખ્સે રકમ લઇ ફોન બંધ કરી દીધોઃ ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ, તા., ૩૧ : જસદણના કડુકા ગામે રહેતા અને ગામમાં પાન માવાની અને કરીયાણાની દુકાન ચલાવતા વેપારી પ્રવિણભાઇ પરબતભાઇ સોલંકી (ઉ.વ.૪ર) ઓનલાઇન સસ્તી સોપારી વેચાણની જાહેરાત જોઇ ખરીદી કરવા જતા જામનગરના હાર્દિક પટેલ નામના શખ્સે રૂા. પ૬ હજારની ઠગાઇ કર્યાની ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
એમ.એ.બી. એડ સુધી અભ્યાસ કરનાર પ્રવિણભાઇ સોલંકીએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું કે ગઇ તા.રં૦-૯ ના તે દુકાને હતા ત્યારે મિત્રએ ફોન કરી ઓનલાઇન વિડીયો જોયો હતો તેમા સોપારી સસ્તા ભાવે વેચાતા હોવાનું લખેલું છે. તારે લેવી હોય તો વોટસએપ નંબર મોકલેલ છે. વાત કરી લેજો કહેતા તેણે કોલ કરતા કોલ ઉપાડનાર હાર્દિક પટેલ હોવાની ઓળખ આપી પોતાને સોપારીના વેપારી અને ગોડાઉન અમદાવાદમાં હોવાનું જણાવી ઓનલાઇન ઓર્ડર લઇ તેને જે એડ્રેસ આપો ત્યાં મોકલી આપીશ કહેતા તેની સાથે સોપારીનો ભાવ નક્કી કરી ૪પ૦ કિલો લેખે અડધી રકમ એડવાન્સ પેટે, ટ્રાન્સપોર્ટમાં મોકલ્યાનું કહી બાકીની રકમ વગેરે બહાને તેની પાસેથી બે બોટી સોપારીના રૂા. પપ,૯૦૦ આંગડીયા મારફતે મેળવી લીધા હતા. આ સમયે આરોપીએ સોપારી મોકલી આપ્યાનું જણાવ્યું હતુ.
તેણે બીજા દિવસે આરોપીને કોલ કરતા સરખો જવાબ આપ્યો ન હતો. બાદમાં ફોન બંધ કરી નંબર બ્લોક કરી નાખ્યો હતો. તેને બીજા નંબરથી કોલ કરતા સરખો જવાબ નહી આપતા અને સોપારી નહી આવતા આરોપીને રકમ પરત આપવાની વાત કરી હતી. છતા તેણે રકમ પરત નહી આપતા અંતે ફરીયાદ નોંધાવી હતી. (
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
