<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

ભાવનગરમાં દિવાળીના તહેવારો વચ્ચે વીજ કંપની દ્વારા 9 કલાકનો વીજકાપ મૂકવામાં આવતા લોકોની મુશ્કેલી વધી

શહેરના 40થી વધુ ફીડરોમાં વીજકાપને કારણે અડધા ભાવનગરમાં વીજળી ગુલ થઈ:અકવાડા, હિલડ્રાઈવ, કાળિયાબીડ, ચિત્રા અને ઘોઘા સહિતના વિસ્તારોમાં વીજકાપની અસર

ભાવનગરઃ દિવાળીના તહેવારો વચ્ચે ભાવનગરમાં વીજ કંપની દ્વારા 9 કલાકનો વીજકાપ મૂકવામાં આવતા લોકોની મુશ્કેલી વધી છે. શહેરના 40થી વધુ ફીડરોમાં વીજકાપને કારણે અડધા ભાવનગરમાં વીજળી ગુલ થઈ છે. અકવાડા, હિલડ્રાઈવ, કાળિયાબીડ, ચિત્રા અને ઘોઘા સહિતના વિસ્તારોમાં વીજકાપની અસર જોવા મળી છે. વીજળી ન હોવાથી ઇલેક્ટ્રિક અને દરજીની દુકાનો સહિતના વેપારી એકમોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, વૃદ્ધો, બાળકો અને દર્દીઓ પણ પરેશાન થયા છે. લાંબા સમયના વીજકાપને કારણે ઔદ્યોગિક એકમોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

(8:10 PM IST)