તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
તાલાલાના વડાલાગીરમાં વીજળી પડતાં 40 વર્ષીય યુવકનું મોત
ખેતરમાં હાજર 40 વર્ષીય યુવાન કેશર ઇબ્રાહીમ શમા પર આકાશી વીજળી ત્રાટકતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન તાલાલા તાલુકાના વડાલાગીર ગામે કુદરતી આફત ત્રાટકી હતી. ખેતરમાં હાજર 40 વર્ષીય યુવાન કેશર ઇબ્રાહીમ શમા પર આકાશી વીજળી ત્રાટકતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
