<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ગોંડલ પાસે ભાદરની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતાં 40 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઊડ્યો

અચાનક પાણીનો ફુવારો ઉડતા વાહનચાલકોએ પોતાનાં વાહનો થંભાવી દીધા:.લાઇનમાં કોઈ ફોલ્ટ સર્જાતા અચાનક પ્રેશર વધ્યુ હતુ અને પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ

ગોંડલનાં ઉમવાડા ચોકડીથી રામદ્વાર વચ્ચેનાં નૅશનલ હાઇવેનાં સર્વિસ રોડ નીચેથી પસાર થતી ભાદર પાઇપ લાઇનમાં ભંગાણ પડતા ડામર રોડ તોડીને પાણીનો અંદાજે ચાલીસ ફુટ ઉંચો ફુવારો છુટયો હતો.પાણી સાથે રોડની કાંકરીઓ અને ધુળ પણ ઉંચે ઉડી હતી.અચાનક પાણીનો ફુવારો ઉડતા વાહનચાલકોએ પોતાનાં વાહનો થંભાવી દીધા હતાં.કેટલાક ચાલકો ભિંજાય ગયા હતા.લાઇનમાં કોઈ ફોલ્ટ સર્જાતા અચાનક પ્રેશર વધ્યુ હતુ અને પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ હતું.બાદમાં પ્રેશર ઓછુ કરાતા પાણી ઘટતા પૂર્વવત બન્યુ હતું.

(12:52 AM IST)