તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
અમરેલીના જુનાગીરયા ગામે ગોડાઉનમાં કપાસમાં આગ લાગતા ૪ વર્ષના બાળકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૭: તાલુકાના જુનાગીરયા ગામે રમેશભાઈ મગનભાઈ વાસાવડાની વડીના ગોડાઉનમાં કપાસ રાખેલ હોય. ત્યાં એમ.પી.ના શ્રમિક પરિવા બાળક ગણેશ તોલ્યાભાઈ ભુરીયા ઉ.વ.૦૪ રમતો હોય. તે દરમ્યાન કપાસમાં કોઈ કારણસર આગ લાગવાથી દાઝી જતા સારવાર દરમ્યાન મોત નિપજતા તોલ્યાભાઈ રમેશભાઈ ભુરીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
જસદણ અને બાબરા શખ્સે તાંત્રીક વિધિ કરી ૫૦૦૦ની છેતરપીંડી કરી
તાલુકાના જુથળીયા ચકલી ચોકમાં રહેતા હાલ પીપળગ ગામે પીપળગથી રીકડીયા જવાના રસ્તે નીરૂભાઈ ભુપતભાઈ વાળાના વાડી ખેતરે કામ કરતા લાલજીભાઈ ધીરૂભાઈ રાદડીયા ઉ.વ.૪૫ પોતાની ભાગવી રાખેલ વાડીએ હતા .ત્યારે આરોપી જનકનાથ ભગવાનનાથ રહે. જસદણ, દીલાનાથ પુનાનાથ રહે. બાબરા વાળાએ બાઈક ઉપર વાડીએ આવી જનકનાથે ખેતરમાં વાવેલ ડુંગળીનું વધુ ઉત્પાદન થશે. તેવી વાતચીત કરી લાલજીભાઈને તેના લગ્ન બાબતે પુછતા પોતાના લગ્ન નહી થયેલ હોવાનું જણાવેલ જેથી જનકનાથે પોણા બે મહિનામાં લગ્ન થઈ જશે તેમ કહી લાલજીભાઈને હાથમાં ધુળ લેવાનું કહેતા તેમણે ઘુળ હાથમાં લઈ જનકનાથને હાથમાં આપતા ધુળ લઈ તાંત્રીક વિધિ કરી ઘુળને જુવાર કરી લાલજીભાઈના હાથમાં આપતા તેમના ઉપર તાંત્રીક વિધિ કરતા તેઓ સુજબુજ ખોઈ બેસતા આરોપી જનકનાથે તેની પાસે રહેલ પૈસા કાઢી આપવાનું કહેતા લાલજીભાઈએ તેના ખીસ્સામાંથી રૂા.૫૦૦૦ કાઢી આરોપી બાબરાના દિલાનાથ પુનાનાથને હાથમાં આપી આરોપી જનકનાથે તાંત્રીવિધિ કરી લગ્ન થઈ જવાના વાયદા આપી છેતરપીંડી કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
