<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ભાવનગરમાં 32 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા

એક વર્ષ જૂના ઝઘડાની અદાવત રાખીને યુવક પર જીવલેણ હુમલો :પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે ગુનો

ભાવનગરમાં દિવાળીની રાત્રે 32 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. એક વર્ષ જૂના ઝઘડાની અદાવત રાખીને યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હત્યાના બનાવમાં પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે.

(3:23 PM IST)