તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Wednesday, 22nd July 2026
ગોંડલના ૩૧ વર્ષના પરણેલા ઢગાએ રાજકોટની ૧૫ વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામથી ફસાવી દૂષ્કર્મ આચર્યુ
એક વખત રાજકોટ આવી બળજબરી કરી લીધા બાદ વારંવાર ધમકી આપી ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હતોઃ બાળાએ પિતાને જાણ કરતાં પ્ર.નગર પોલીસમાં જાણ કરવામાં આવતાં ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૨૨: સોશિયલ મિડીયા માધ્યમથી વધુ એક વખત એક ઢગાએ એક સગીર વયની બાળાને ફસાવી દુષ્કર્મ આચરી લીધુ છે. રાજકોટ શહેરમાં રહેતી અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે ઓળખાણ કેળવી ગોંડલના એક પરણેલા ૩૧ વર્ષના ઢગાએ પ્રેમજાળ રચી હતી અને બળજબરી આચરી લીધી હતી. એક વખત દૂષ્કર્મ આચરી લીધા બાદ અવાર-નવાર તે સગીરાને ધમકાવી ધરાર સંબંધ રાખવા દબાણ કરી મારી નાખવાની ધમકી આપતો હોઇ અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે ગોંડલ રહેતાં ધવલ દિલીપભાઇ રાવરાણી (ઉ.વ.૩૧) વિરૂધ્ધ દૂષ્કર્મ-પોક્સો-ધાકધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ સગીરાનો સપર્ક ગોંડલના ધવલ રાવરાણીએ ઇન્સ્ટાગ્રામથી કર્યો હતો. શરૂઆતમાં વાતચીત કર્યા બાદ આ ઢગાએ તેણીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. એ પછી એક દિવસ સગીરાના ઘરે કોઇ ન હોઇ તે જાણી લીધા બાદ ધવલ ગોંડલથી રાજકોટ આવ્યો હતો અને સગીરાના ઘરમાં ઘુસી તેની સાથે બળાત્કાર ગુજારી લીધો હતો. ત્યારબાદ તે અવાર-નવાર પોતાની સાથે ધરાર સંબંધ રાખવાનું કહી તેણીને ધમકાવતો હતો અને જો તું સંબંધ નહિ રાખે તો તારા પરિવાારના સભ્યોને મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો.આ કારણે સગીરા કેટલાક દિવસથી ડરી ગઇ હતી અને ગુમસુમ રહેવા માંડી હતી. બાદમાં તેણીએ પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો ચોંકી ગયા હતાં અને પ્ર.નગર પોલીસ સ્ટેશને પહોંચી વીતક વર્ણવી હતી. પીઆઇ એમ. ડી. મકવાણાએ આ મામલે તુરત જ કાર્યવાહી કરી સગીરાની ફરિયાદ પરથી ધાકધમકી, દુષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી. તે છુટક ડ્રાઇવીંગ કરે છે અને પરણેલો છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
