તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
અમરેલીના બાબરામાં વિજયાદશમીના પર્વ નિમિત્તે 138 વર્ષ જૂની અનોખી પરંપરા મુજબ રામ-રાવણનું યુદ્ધ યોજાયું
બજારોમાં રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી અને લંકાપતિ રાવણ અનોખી વેશભૂષા ધારણ કરીને નીકળ્યા: હજારોની મેદની ઉમટી

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે 138 વર્ષ જૂની અનોખી પરંપરા મુજબ રામ-રાવણનું યુદ્ધ યોજાયું હતું. બાબરાની બજારોમાં રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી અને લંકાપતિ રાવણ અનોખી વેશભૂષા ધારણ કરીને નીકળ્યા હતા, ત્યારે હજારોની મેદની ઉમટી હત આ પરંપરાગત ઉત્સવ દરમિયાન સામે-સામે મીઠો માર મારવાની અનોખી રીત જોવા મળે છે, જે આ આખા આયોજનનું મુખ્ય આકર્ષણ છે. જય શ્રી રામના નારાઓ સાથે સમગ્ર બાબરા શહેર ભક્તિમય અને રામમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. આ ઐતિહાસિક અને રોમાંચક યુદ્ધ નિહાળવા માટે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
