તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
અમરેલીના બાબરાના મોટા દેવળીયા ગામે 10 વર્ષિય બાળક તળાવમાં ડૂબ્યો
બાળકની શોધખોળ માટે ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી:અમરેલી ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું:ઘેટા બકરા ચરાવવા ગયો હતો અને ત્યારે આ ઘટના બની.

અમરેલીના બાબરામા એક બાળક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. મોટા દેવળીયા ગામે 10 વર્ષિય બાળક તળાવમાં ડૂબ્યો છેઅ બાળકની શોધખોળ માટે ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે . અમરેલી ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. ઘેટા બકરા ચરાવવા ગયો હતો અને ત્યારે જ આ ઘટના બની હતી. બાળક ડૂબ્યાની જાણ થતા ગ્રામજનો તળાવ પાસે દોડી આવ્યા અને તેને બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
