તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
ધાંગધ્રાના રાજસીતાપુર નજીક સ્કૂલ બસની અંદરની બોડી તૂટી જતા ૧૦ વર્ષના વિદ્યાર્થીનું નીચે પટકાતા મોત
બસ ૨૦ વર્ષ જૂની હોવા છતાં પણ શાળાના બાળકોને લેવા મુકવા ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખૂલ્યુઃ પરિવાર પર આભ ફાટી પડ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: સુરેન્દ્રનગર જિલ્લાના ખાંભડા ગામેથી દેવેન્દ્રસિંહ સોલંકી નામનો વિદ્યાર્થી ઓમ શાંતિ શાળામાં અભ્યાસ માટે ધાંગધ્રા જતો હતો તે દરમિયાન રાજ સીતાપુર નજીક બસની અંદરના ભાગે બોડી તૂટી જતા બાળક નીચે પટકાયો હતો અને બાળક ટાયરમાં આવી જતા તેનું મોત નીપજવા પામ્યું હતું. ૧૦ વર્ષનો દેવેન્દ્રસિંહ સોલંકી ને ઙ્કથમ તબક્કામાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોક્ટરો દ્વારા મળત જાહેર કરવામાં આવતા પરિવારજનો ઉપર આભ ફાટી પડવા પામ્યું હતું.
મળતક વિદ્યાર્થીના પિતા આર્મીમાં ફરજ બજાવે છે. શાળામાં ચાલતી બસ અંગે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા જે સ્કૂલ વાહન તરીકે બસ ઉપયોગ કરવામાં આવતી હતી તે ૨૦ વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે અને તેનું ફિટનેસ અને વીમો અને પીયુસી કમ્પલેટ હતું પરંતુ બસ જર્જરિત હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.
તાજેતરમાં જ બસ નું રી-ર્પાસિંગ ર્પાસિંગ કરાવવામાં આવ્યું હતુ ત્યારે ૨૦ વર્ષ જૂની બસ હોવા છતાં પણ તેનું સ્કૂલ બસ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો આ પ્રકારનો ધડાકો થવા પામ્યો છે છતાં ભીનું સંકેલવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે અને સમગ્ર મામલો રફેદફે કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ આ અંગે હવે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.
સામાન્ય રીતે ૧૫ વર્ષ પૂરા થયા પછી દર વર્ષે વાહનોનું કડક ફિટનેસ ટેસ્ટીંગ કરાવવું પડે છે ૨૦ વર્ષ જૂનો વાહન ફિટનેસ માટે આ યોગ્ય ગણવામાં આવે છે અને સરકારી નિયમ મુજબ આ વાહન ભંગારમાં મોકલવું પડી રહ્યું છે ત્યારે વીમો અને પરમિટ મેળવવી પણ અશકય છે અને સ્કૂલ પરમિટ આપવામાં આવતી નથી તે છતાં પણ આ વાહન શાળામાં ઉપયોગ કરવામાં આવતો હતો અને તેનો રિર્પાસિંગ પણ કરી નાખવામાં આવ્યું હતું હવે કેવી રીતે રી ર્પાસિંગ થયું હશે તેની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે જે બસ ચલાવવામાં આવતી હતી તેનો નંબર જીજે ૦૫ ઝેડ ૧૧૭૯ અને તેનું રજીસ્ટ્રેશન ૧૧ મેં ૨૦૦૫ ના રોજ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ વાહન ૨૦ વર્ષથી વધુ સમય જૂનું છે કયારે આ વાહન અંગે તપાસ કરવામાં આવતા તેનો વીમો પ્રીમિયમ પીયુસી અને પરમિટ વેલ્યુ ૨૦૨૭ સુધીની છે ત્યારે આ અંગે કેવી રીતે તમામ પ્રકારની પરમિશન આપવામાં આવી હશે તેની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે પરંતુ આ બસે વિદ્યાર્થીનો ભોગ લઈ લીધો છે અને પરિવાર ઉપર પણ હાલ આભ ફાટી પડવા પામ્યું છે તંત્રની બેદરકારીના કારણે અને આવા જર્જરિત વાહન પણ સુરેન્દ્રનગરમાં રી - પાસિંગ થઈ જતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ઓમ શાંતિ વિદ્યાલયના શાળા સંચાલક સીએમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બસ ૨૧ વર્ષ જૂની છે તાજેતરમાં તેનું ફિટનેસ કરાવવામાં આવ્યું છે અને તમામ પ્રકારના ડોકયુમેન્ટ કમ્પ્લીટ કરાવવામાં આવ્યા છે પરંતુ મોટી વાત એ છે કે ૨૧ વર્ષ જૂની બસ હોય અને તેના ર્પાસિંગ અને વીમો પ્રીમિયમ પીયુસી કેવી રીતે નીકળી શકે અને ૧૫ વર્ષ જૂની બસ હોય તો તે વિદ્યાર્થીઓ ની અવરજવર અને લેવા મૂકવામાં ઉપયોગ ન લેવા પણ સરકારનો નિયમ છે તે છતાં પણ આ બસનો ઉપયોગ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આવા બસ ચાલક અને શાળા સંચાલક સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માતા-પિતા દ્વારા પણ માંગ કરવામાં આવી.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
