<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

બોટાદમાં જવાહર નવોદય વિદ્યાલય નજીક ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગ સાથેનો 9 દિવસીય વિવાદ સમેટાયો

આખરે કલેક્ટર હર્ષદ વોરા દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવતા સુખદ અંત

બોટાદમાં જવાહર નવોદય વિદ્યાલય નજીક આવેલી ડમ્પિંગ સાઇટને લઈને ચાલી રહેલો વિવાદ આખરે કલેક્ટર હર્ષદ વોરા દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવતા સુખદ અંત આવ્યો છે. ડમ્પિંગ સાઇટ તાત્કાલિક હટાવવાની માંગ સાથે વાલીઓ દ્વારા છેલ્લા 9 દિવસથી શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવ્યું હતું, અને આજે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને કલેક્ટર સમક્ષ લેખિત ખાતરીની માંગણી દોહરાવી હતી. કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે આ ડમ્પિંગ સાઇટને 31 ડિસેમ્બર 2016ના રોજ મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ અહીં સ્કૂલનું નિર્માણ થયું હતું, પરંતુ વાલીઓની સતત રજૂઆતો અને વિવિધ અધિકારીઓ દ્વારા કરાયેલી સ્થળ તપાસને ધ્યાનમાં રાખીને આ મામલે આખરે યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો છે.

 

(11:15 PM IST)