<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

અમરેલી જિલ્લાની 6 નગરપાલિકામાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.62% મતદાન, ધારીમાં સૌથી વધુ 10.15% નોંધાયું

2.07 લાખ મતદારોમાંથી 17,917 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ, પુરુષ મતદારો 10.58% સાથે આગળ; બગસરામાં સૌથી ઓછું 8.46% મતદાન

અમરેલી તા.૨૬ :  આજે યોજાયેલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાઓમાં સવારે 7:00 થી 9:00 વાગ્યા સુધીમાં કુલ 8.62 ટકા મતદાન નોંધાયું છે. 

 

જિલ્લા ચૂંટણી તંત્રના આંકડા મુજબ 45 વોર્ડની 174 બેઠકો માટે કુલ 2,07,881 મતદારો નોંધાયેલા છે. જેમાંથી સવારે 9 વાગ્યા સુધીમાં 17,917 મતદારોએ મતદાન કર્યું છે. પુરુષ મતદારોમાં 10.58% જ્યારે મહિલા મતદારોમાં 6.47% મતદાન નોંધાયું છે.

 

*નગરપાલિકાવાર મતદાનની ટકાવારી - સવારે 9:00 વાગ્યા સુધી:*

- *ધારી*: 10.15% સાથે જિલ્લામાં સૌથી વધુ મતદાન. 20,276 મતદારોમાંથી 2,059 મતદાન થયું.

- *બાબરા*: 9.80% મતદાન. 14,749 મતદારોમાંથી 1,446 મતદારોએ મત આપ્યો.

- *સાવરકુંડલા*: 9.52% મતદાન. 56,184 મતદારોમાંથી 5,350 મતદાન નોંધાયું.

- *દામનગર*: 8.97% મતદાન થયું.

- *બગસરા*: 8.46% સાથે સૌથી ઓછું મતદાન. 25,485 મતદારોમાંથી 2,155 મતદાન થયું.

- *અમરેલી*: 7.37% મતદાન. 79,439 મતદારોમાંથી 5,853 મતદારોએ મત આપ્યો.

 

અમરેલી જિલ્લામાં કુલ 1,08,698 પુરુષ અને 99,163 સ્ત્રી મતદારો નોંધાયેલા છે. જેમાંથી 11,500 પુરુષ અને 6,417 મહિલાઓએ સવારે 9 વાગ્યા સુધીમાં મતદાન કર્યું છે. 20 અન્ય મતદારોમાંથી કોઈએ મતદાન કર્યું નથી.

 

સવારના પ્રારંભિક કલાકોમાં ધારી, બાબરા અને સાવરકુંડલા નગરપાલિકામાં 9 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ બપોર બાદ ગરમી ઘટતા મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે. મતદાન સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

(10:18 AM IST)