News of Thursday, 16th July 2026
વાંકાનેરના ચિત્રાવડા ગામે સરકારી જમીનમાં ગેરકાયદે ૮પ૦ મેટ્રીક ટન કોલસો પકડાયો
હિટાચી મશીન-ડમ્પર સહિત લાખોનો મુદામાલ કબ્જેઃ મોરબી એસઓજીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ કોલસાનો જથ્થો, હિટાચી અને ડમ્પર નજરે પડે છે. (તસ્વીર : લિતેશ ચંદારાણા વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૬ :... વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરતા ભૂમાફિયાઓ પર મોરબી એસ.ઓ.જી. ટીમે લાલઆંખ કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર કોલસો, ક્વાર્ટઝ ક્લે અને ભારે મશીનરી સહિતનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી એસ.ઓ.જી.ની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે ચિત્રાખડા ગામે દાનાભાઈ બાલુભાઈ ડાભી (રહે. વમાધાર, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) અને અમળતભાઈ માધાભાઈ કેરાળીયા (રહે. ઉન્ડવી - રાણીપાટ, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)ની ગેરકાયદેસર કબ્જો ધરાવતી સરકારી જમીન પર દરોડો પાડી સ્થળ પરથી ૮૫૦ મેટ્રિક ટન ગેરકાયદેસર શંકાસ્પદ કોલસો તેમજ ક્વાર્ટઝ ક્લેનો જથ્થો, એક હિટાચી મશીન અને એક ડમ્પર સહિતનો મુદ્દામાલ સીઝ કરી ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
