તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ગોંડલમાં બિમારીથી કંટાળી ૮૨ વર્ષના મનસુખભાઇ વરૂએ આપઘાત કરી લીધો
એસિડ પી લેતાં સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨: ગોંડલમાં રહેતાં વૃધ્ધે એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ ગોંડલના ભગવતપરા-૭/૪માં રહેતાં મનસુખભાઇ પરષોત્તમભાઇ વરૂ (ઉ.વ.૮૨) નામના વૃધ્ધે ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે ઘરે એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ગોંડલ એ-ડિવીઝન પોલીસના સ્ટાફે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનારા મનસુખભાઇ વરૂ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બિમારીથી કંટાળીને તેમણે આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હતું.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
