<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ગોંડલ શહેર સ્થિત સંગ્રામસિંહજી હાઈસ્કૂલના વિશાળ મેદાન ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી

ધ્વજવંદન બાદ મંત્રીએ પોલીસ તેમજ સુરક્ષા દળોની પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી: વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક અને દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ

રાજકોટ જિલ્લાના ઐતિહાસિક ગોંડલ શહેર સ્થિત સંગ્રામસિંહજી હાઈસ્કૂલના વિશાળ મેદાન ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર અને ઉત્સાહપૂર્ણ ઉજવણી સંપન્ન થઈ હતી. આ ગૌરવપૂર્ણ સમારોહમાં ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ મંત્રીએ પોલીસ તેમજ સુરક્ષા દળોની પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક અને દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગોંડલના નગરજનો દેશભક્તિના રંગે રંગાઈને ઉપસ્થિત રહ્યા હતા.

(2:00 PM IST)