તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
મોરબીમાં શ્વાનના હુમલા બાદ ૮ વર્ષના માસુમનુ મોત
મોરબીમાં શ્વાનનો આતંકઃ દરરોજ સરેરાશ ૨૪ લોકો ઉપર હુમલો!: સિવિલમાં છેલ્લા ૬ દિવસમાં શ્વાન કરડ્યાના ૧૪૬ કેસો નોંધાયાઃ મોરબી કોર્પોરેશન પાસે શ્વાન પકડવા માટે તથા તેના આશ્રય માટે કોઈ વ્યવસ્થા જ નથી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૮: મોરબી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ, છેલ્લા ૬ દિવસમાં શ્વાન કરડવાના કુલ ૧૪૬ બનાવ સામે આવ્યા છે. જો દૈનિક કેસની વિગતે વાત કરીએ તો, તારીખ ૦૧/૦૫ ના રોજ ૧૮ કેસ, ૦૨/૦૫ ના રોજ ૧૯ કેસ, ૦૩/૦૫ ના રોજ ૨૪ કેસ, ૦૪/૦૫ ના રોજ ૨૬ કેસ, ૦૫/૦૫ ના રોજ સૌથી વધુ ૩૮ કેસ અને ૦૬/૦૫ ના રોજ ૨૧ કેસ નોંધાયા હતા.
મોરબીના જેતપર રોડ પર આવેલ ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં ગત રાત્રીના શ્વાનના હિંસક હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કળપાલભાઈ માલવિયાનો ૮ વર્ષનો પુત્ર કળણાલ ગતરાત્રીના સમયે લેબર કોલોનીમાં સ્કૂલ રૂમ પાસે અન્ય શ્રમિકો સાથે સૂતો હતો ત્યારે ૧ થી ૧:૩૦ વાગ્યાના અરસામાં બાળક જાગી ગયા બાદ પોતાના રૂમ પર જવા નીકળ્યો હતો. જો કે, કળણાલ પોતાની માતા પાસે રૂમમાં જતો હતો તે સમયે રસ્તામાં ૩ થી ૪ શ્વાને અચાનક જ હુમલો કરી દીધો હતો.
શ્વાનોએ કરેલા ગંભીર હુમલામાં કળણાલ લોહીલુહાણ બની ગયો હતો. હિંસક બનેલા શ્વાનોએ કળણાલને આખા શરીર પર એટલી હદે બચકા ભર્યા હતા કે, કળણાલનું મળત્યુ નીપજ્યું હતું. મોરબીની ટાઇટેનિયમ સિરામિક ફેકટરીમાં શ્વાનના હિંસક હુમલા બાદ બાળકના મળત્યુ અંગે ફેકટરીના સુપરવાઈઝર ગજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે ૧ થી ૧:૩૦ વાગ્યા વચ્ચે બનેલા બનાવ બાદ શ્રમિકોએ બાળકને શોધવા પ્રયાસ કર્યા હતા પરંતુ બાળક મળ્યું ન હતું. જો કે, બાદમાં વહેલી પરોઢે ફેકટરીમાં ઉકરડા પાસે શ્વાને ફાડી ખાધેલ હાલતમાં માસૂમ બાળકનો મળતદેહ મળી આવ્યો હતો.
શહેરમાં કંસારા શેરીમાં રાજચંદ્રજીના સ્મળતિ સ્થાન પાસે એક પત્રકારની પૌત્રી ચાલીને જઈ રહી હતી. અચાનક જ શ્વાન પાછળ દોડતા તે ડરીને ભાગવા લાગી હતી અને પડી જવાથી તેને ફ્રેક્ચર થયું છે. હાલ તે સારવાર હેઠળ છે. વધુમાં સવારે મહેન્દ્ર ડ્રાઈવથી માંડી મયુર બ્રિજ પર પણ શ્વાનનો ત્રાસ વધ્યો હોવાનું ર્મોનિંગ વોકમાં જતા લોકો જણાવી રહ્યા છે.
મોરબી શહેરમાં શનાળા રોડ પર જીઆઈડીસી પાછળના વિસ્તારોમાં ચિત્રકૂટ, રાજનગર સહિતની સોસાયટીમાં દરરોજ ૬ થી ૭ લોકોને શ્વાન બચકા ભરી લેતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં શ્વાન એટલા હદે હિંસક બન્યા છે કે તેમણે માત્ર માણસોને જ નહીં, પરંતુ નંદીઓને અને ગલુડિયાઓને પણ નિશાન બનાવીને બચકા ભર્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. ખાસ કરીને શક્તિનગર, અવધ સોસાયટી અને અનિલ પાર્ક નામની ૩ સોસાયટીઓમાં શ્વાનનો ત્રાસ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા શ્વાનો માટે સેલ્ટર હોમ બનાવી લોકોને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે. મોરબી કોર્પોરેશન પાસે શ્વાન પકડવા માટે તથા તેના આશ્રય માટે કોઈ વ્યવસ્થા જ નથી
મોરબી શહેર વિસ્તારમાં છેલ્લા ૪ મહિનામાં જ શ્વાન કરડવાના ૨૪૦૦ બનાવ નોંધાયા હોવા છતાં પણ કોર્પોરેશન પાસે શ્વાન પકડવા કે ખસીકરણ માટે કોઈ જોગવાઈ જ ન હોવાનું સામે આવ્યું છે.
કોર્પોરેશનના પ્રાણી રંજાડ વિભાગના નિમેશ ખાંભલાએ જણાવ્યું હતું કે, હાલમાં શ્વાન માટેનું સેલ્ટર હોમ બનાવવાની કાર્યવાહી ચાલુ છે જે પૂર્ણ થયા બાદ શ્વાન પકડવા માટેના તેમજ ખસીકરણ માટેના ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૩ વખત ટેન્ડર કરવા છતાં કોર્પોરેશન વિસ્તારમાંથી શ્વાન પકડવા માટેની કામગીરી કરવા માટે કોઈ પણ પાર્ટીએ રસ દાખવ્યો ન હતો.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
