તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ખંભાળીયા-રૂપેણના ૮ શખ્સો ગૌવંશની હત્યાના ગુન્હામાં પાસા હવાલે
રૂપેણની એક મહિલા સહિત ૪નો સમાવેશઃ દ્વારકા એલસીબી પોલીસની કડક કામગીરીથી સનસનાટી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૬: ગૌવંશની કતલ કરી ગૌમાસનું વેચાણ કરતા ઇસમોના ગુન્હાહીત ઇતિહાસ અંગેની માહીતી એકત્રિત કરી અસરકારકતા પૂર્વકની ૦૮ પાસા દરખાસ્તો વિધિવત રીતે તૈયાર કરી મોકલી આપવામાં આવેલ.
જે આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરશ્રી, રાજેશ એમ.તન્નાએ ગૌવંશનું કતલ કરનાર અને ગૌમાંસનું વેચાણ કરનાર વ્યક્તિઓ દ્વારા જિલ્લામાં સુલેહભર્યું વાતાવરણ રહે તેવા સુચારૂ હેતુસર અસામાજિક પ્રવળતિ ઉપર અંકુશ મેળવવા હકારાત્મક અને કડકાચી અભિગમ અપનાવી ત્વરિત નિર્ણય લઇ વોરંટ ઈશ્યુ કરતા ૦૭ પુરૂષ તથા એક મહિલાને રાઉન્ડ અપ કરી, પાસા એકટ ૧૯૮૫ હેઠળ ઇશ્યુ કરવામાં આવેલ વોરંટોની બજવણી કરી જેલ ખાતે મોકલી આપી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.
પાસા અટકાયતીઓમાં જાવીદ સબીરભાઇ બાબી, ઉવ-૨૯, રહે. પઠાણ પાડો, ખંભાળીયા (પાલારા ખાસ જેલ, ભુજ-કચ્છ) ફારૂક યુસુફભાઇ બાબી ઉવ-૪૫, રહે. પઠાણ પાડો, ખંભાળીયા (જિલ્લા જેલ ભાવનગર) ઇદ્રીસ સલીમભાઇ બાબી ઉવ-૩૦, રહે. પઠાણ પાડો, ખંભાળીયા (વડોદરા મધ્યસ્થ જેલ) નદિમ જહાંગીર પલા, ઉવ-૩૩, રહે. ભઠ્ઠી ચોક, ખંભાળીયા, (જિલ્લા જેલ પાલનપુર ) મહમદહનીફ ઉર્ફે મુનાફબાપુ અહેમદીયામીયા સૈયદ ઉ.વ.૪૫ રહે. રૂપેણ બંદર, દ્વારકા) જિલ્લા જેલ રાજપીપળા, નર્મદા) મુસા અલારખાભાઈ રાડીયા, ઉવ-૩૫, રહે રૂપેણબંદર, નવી મસ્જીદની બાજુમાં, દ્વારકા તા.દ્વારકા, (જિલ્લા જેલ નડીયાદ, ખેડા), વસીમ ઇલીયાસભાઇ થૈયમ, ઉવ-૩૧, રહે. શાંતીનગર, રૂપેણ બંદર, દ્વારકા, (લાજપોર મધ્યસ્થ જેલ, સુરત), સલમાબેન વા/ઓફ ઇલીયાસભાઇ થૈયમ ઉ.વ.૫૨ રહે. રૂપેણ બંદર, દ્વારકા) સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદનો સમાવેશ થાય છે.
આ કામગીરી કરનાર (૧) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભુપેશ જોટાણીયા, (૨) નાયબ કલેકટર ડો.રીધ્ધી રાજ્યગુરૂ (૩) I/C પો.ઇન્સ. એન.એચ.જોષી (૪)નાયબ મામલતદારશ્રી નિલેશભાઇ કરમુર, (કલેકટર કચેરી) (૫) PSI બી.એમ.દેવમુરારી (૬) PSI શ્રી એસ.વી.કાંબલીયા (૭) ASI દિપકભાઇ રાવલીયા, (૮) બલભદ્રસિંહ ગોહિલ, (૯) દિનેશભાઇ માડમ, (૧૦) હરપાલસિંહ જાડેજા, (૧૧) જગદીશભાઇ કરમુર, (૧૨) ડાડુભાઇ જોગલ, (૧૩) ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, (૧૪) નરસિંહભાઇ સોનગરા (૧૫) પ્રદીપસિંહ જાડેજા, (૧૬) પીઠાભાઇ ગોજીયા, (૧૭) કુલદીપસિંહ જાડેજા, (૧૮) ગોવિંદભાઇ કરમુર, (૧૯) લાખાભાઇ પિંડારીયા, (૨૦) ખીમાભાઇ કરમુર, (૨૧) સહદેવસિંહ જાડેજા, (૨૨) મુકેશભાઇ કેશરીયા, (૨૩) હસમુખભાઇ કટારા, (૨૪) વિશ્વદિપસિંહ જાડેજા, (૨૫) સચિનભાઇ નકુમ, (૨૬) કિરપાલસિંહ ચૌહાણ, (૨૭) પ્રકાશભાઇ ચાવડા તેમજ કલેક્ટર કચેરીની ટીમ દ્વારા કરવામાં આવી છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
