તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
જસદણમાં પુત્રના ટુવ્હીલરમાંથી પડી જતાં ૭૪ વર્ષના વૃધ્ધનું મૃત્યુ
સ્પીડબ્રેકર પર બેલેન્સ ગુમાવતાં બનાવઃ સુબ્રમણીયમ હોસાડુએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૧: જસદણમાં પુત્રના ટુવ્હીલરમાંથી પડી જતાં વૃધ્ધને ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ થયું છે. જુના બસ સ્ટેશન પાસેથી ઘરે જતી વખતે આ બનાવ બન્યો હતો. વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ જસદણમાં વિંછીયા રોડ પર આવેલા ઐયર સીટીમાં રહેતાં સુબ્રમણીયમ શ્રીનિવાસન હોસાડુ (ઉ.વ.૭૪) ૧૬/૭ના સવારે આઠેક વાગ્યે પોતાના પુત્રના ટુવ્હીલરમાં બેસીને જસદણ જુના બસ સ્ટેશન પાસેથી ઘર તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં શાક માર્કેટ નજીક સ્પીડ બ્રેકર આવતાં બેલેન્સ ગુમાવતાં પાછળથી પડી જતાં ઇજા થઇ હતી. તેમને જસદણ સીારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસોડયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર સુબ્રમણીયમ હોસાડુને સંતાનમાં બે દિકરા છે. જેમાં એક દિકરો બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ વૃધ્ધ અગાઉ મંદિરમાં સેવા પુજા કરતાં હતાં. હાલ નિવૃત જીવન જીવતાં હતાં. બજારમાં આટો મારવા નીકળ્યા હોઇ વળતાં પુત્રના વાહનમાં બેસીને ઘરે જતાં ત્યારે બનાવ બન્યો હતો.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
