તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
જેતપુરના ખીરસરામાં દવાની અસરથી ૭૨ વર્ષના પાર્વતીબેન કથીરીયાનું મોત
મગફળીના પાલામાંથી દવા શ્વાસમાં ગયાનું પરિવારજનોનું કથન

રાજકોટ તા. ૨૫: જેતપુરના ખીરસરા ગામે રહેતાં બોંતેર વર્ષના વૃધ્ધાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ સવારે તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ખીરસરા રહેતાં પાર્વતીબેન ડાયાભાઇ કથીરીયા (ઉ.વ.૭૨) નામના વૃધ્ધાને તા. ૨૦ના રોજ ઉલ્ટીઓ થવા માંડતા પરિવારજનોએ સારવાર માટે જેતપુર હોસ્પિટલમાં ખસેડયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ હોસ્પિટલ પોલીસ ચોકીના રજીસ્ટરમાં પાર્વતીબેનને જંતુનાશક દવાની અસર થયાની નોંધ થઇ હતી. સારવારમાં આજે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર પાર્વતીબેનને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. સગાએ જણાવ્યું હતું કે ઘરે મગફળીના પાલા રાખ્યા હોઇ તેમાંથી જંતુનાશક દવા શ્વાસમાં જતાં માજીને ઝાડા-ઉલ્ટી થઇ ગયા હતાં અને બાદમાં તબિયત બગડી હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
